બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બટાકા ને પાણીથી ધોઈ લેવા.હવે કુકર મા તળયે પાણી નાખી કાંઠો મુકી ઉપર વાસણ મુકી તેમાં બટાકા બાફવા મુકી દેવા. આ રીતે બટાકા બાફવા થી બટાકા નો માવો સરસ થશે.ત્રણ વ્હીસલ વગાડી ગેસ બંધ કરી દેવો.
- 2
હવે બટાકા બફાઈને તૈયાર છે. ઠંડા થાય એટલે બટાકા ની છાલ કાઢી ને તૈયાર કરી લેવા. માવો કરી તેમાં બધો મસાલો નાખી ને મીક્ષ કરી લેવું. હવે વધાર માટે તેલ મુકી તેલ ગરમ થાય એટલે તેમાં રાઇ નાખી તતડે એટલે જીરુ હીંગ અને મીઠા લીમડાનાં પાન ના કટકા કરી નાખી વધાર મા નાખી વધાર થાય એટલે બટાકા ના માવા મા મીક્ષ કરી દેવો.
- 3
હવે ગોળા વાળી લેવા. ચણા ના લોટ ને ચાળી લેવો. તેમાં પાણી નાખી ને ખીરુ તૈયાર કરવુ. તેમાં મીઠું અને સોડા નાખી મીક્ષ કરી લેવું.
- 4
ગેસ ચાલું કરી ગેસ ઉપર એક પેનમાં તેલ મુકી તેલ ગરમ થાય એટલે તેમાં બટાકા ના ગોળા લોટ મા ડીપ કરી તળી લેવાં.
- 5
ચટણી બનાવવા માટે પહેલા આંબલી અને ખજુર ની ધોઈ લેવા. મે આંબલી અને ખજુર બટાકા બાફવા માટે મુકીયા તેની સાથે જ એક વાસણમાં મુકી ને બાફી લીધી છે.
- 6
હવે ખજુર અને આંબલી ને ચારણી મા ગાળી લેવી.હવે એક પેનમા પલ્પ લઈ ગરમ કરવા મુકી તેમાં ગોળ અને થોડું પાણી નાખી ને મીક્ષ કરી લેવું. હવે તેમાં લાલ મરચું પાઉડર,મીઠું, આદુમરચા ક્રશ કરેલા, લસણ ની ચટણી, ધાણા અધકચરા વાટેલા,અધકચરી વાટેલી વરીયાળી, તજ એક કટકો,ધાણાજીરુ અને છેલ્લે ધાણા ભાજી નાંખી મીક્ષ કરી ચટણી તૈયાર કરી લેવી. તો તૈયાર છે બટાકા વડા અને સાથે ચટણી.
Keywords
Similar Recipes
More Recipes










ટિપ્પણીઓ (2)