આખી ડુંગળી નું શાક (Akhi Dungri Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી ને ફોલી લેવી. પાણી થી ધોઈ કોરી કરી લેવી. એક પહેલા વાસણમાં ભરેલા શાક નો બધો મસાલો લી મીક્ષ કરી લેવો.ડુંગળી વચ્ચે થી બને બાજુ થી કાપા કરી લેવા.
- 2
હવે એક પેનમાં તેલ મુકી તેલ ગરમ થાય એટલે તેમાં વધારનો મસાલો નાખી વધાર થાય એટલે તેમાં સમારેલા ટામેટાં નાખી ને સતળાઈ જવા દો. હવે ડુંગળી નાખી દેવી. તેમાં હળદર અને મીઠું નાખી થોડી વાર સતળાઈ જવા દો.
- 3
હવે તેમાં પાણી નાખી ને સહેજ ડુંગળી ચડવા દેવી.હવે તેમાં ભરેલા શાક નો મસાલો નાખી ને મીક્ષ કરી લેવું.થોડીવાર પાણી અને મસાલો સરખા મીક્ષ થઈ જાય એટલે તેમા ખાંડ અને લીંબુ નો રસ નાખી મીક્ષ કરી લેવું. તો તૈયાર છે આખી ડુંગળી નું શાક.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15767484










ટિપ્પણીઓ (4)