કુભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી ની ભાજી, કોથમીર ને સમારી પાણી થી ધોઈ લો. એક બાઉલમાં મેથી ની ભાજી લો.
- 2
તેમા ઝીણીસમારેલી કોથમીર લીલુ લસણ ઝીણા સમારેલા લાલ લીલા મરચાં છીણેલું આદુ લીબું નો રસ અને મીઠું નાખી મિક્સ કરી લો.
- 3
- 4
પછી એમાં થોડો થોડો ચણાનો લોટ નાખી બરાબર મિક્ષ કરી લો.આ ખીરું કઠણ જ રાખવાનું છે પાણી નાખવાનુ નથી.
- 5
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. હવે તૈયાર કરેલા ભજીયા ના ખીરા મા બનાવતી વખતે ૨ ચમચી પાણી નાખી હલાવી હાથ મા ખીરું લઈ અંગુઠા થી ભજીયા પાડી લો.ભજીયા તળાઈ જાય એટલે ડીશમાં લઈ સર્વ કરો.
- 6
તો તૈયાર છે શિયાળામાં ભાવે તેવાં કુભણ ગામના કુભાણીયા ભજીયા. તેને ડુંગળી સાથે સર્વ કરવા માટે આવે છે અને તે ખારો કે ગરમ તેલ નાખ્યા વગર પણ બહુજ મસ્ત બને છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15880333



















ટિપ્પણીઓ (5)