ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)

#FFC1
#week1
#Cookpadindia
#cookpadgujarati
ખમણ ઢોકળા એ એક એવી વાનગી છે જે દરેક ગુજરાતી ના ઘરે અવાર નવાર બનતા જ હોય છે અને ફટાફટ બની પણ જાય છે અને મોટા નાના બધાને પસંદ પણ હોઈ છે

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સ્ટીમર માં પાણી મૂકી ગરમ કરવા મૂકો તેમાં થાળી ને તેલ થી ગ્રીસ કરી મીડીયમ ગેસ પર ગરમ કરવા મૂકો
- 2
હવે એક મોટી તપેલી માં ચણાનો લોટ લઈ તેમાં હળદર,મીઠું,સોડા અને લીંબુના ફૂલ ઉમેરી મિક્સ કરવું તેમાં માપસર નું પાણી લઈ 5 મિનિટ સુધી એક જ દીશા માં હલાવતા રહેવું
- 3
હવે સ્ટીમર માં ગરમ કરવા મુકેલી થાળી માં આ બેટર રેડી દો અને સ્ટીમર ને ઢાંકી 15 મિનિટ સુધી સ્ટીમ કરો ત્યાર પછી ગેસ બંધ કરી થાળી ને કાઢી ઠંડી થવા દો
- 4
હવે એક કડાઈ માં તેલ ગરમ કરવું પછી તેમાં રાઈ અને લીલા મરચા ઉમેરો ત્યાર પછી તેમાં ખાંડ અને પાણી ઉમેરી એક ઉભરો આવે અને ખાંડ બરાબર ઓગળી જાય પછી તેને ખમણ ઢોકળા ઉપર આ વઘાર રેડો અને ઉપર થી કોથમીર ભભરાવી ગરમ ગરમ ખમણ ઢોકળા સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ