ગુજરાતી તુવેર દાળ / વરા ની દાળ (Gujarati Tuvar Dal Recipe in Guj

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#FFC1
#week1
#cookpadgujarati

દાળ એ ગુજરાતી ખોરાકનો એક અભિન્ન ઘટક છે. દૈનિક ગુજરાતી ભાણું પરંપરાગત રીતે રોટલી, દાળ, ભાત અને શાક (કોરૂ કે રસાવાળું) નું હોય છે. દાળ વિવિધ પ્રકારના કઠોળોમાંથી બનેલી હોવાને કારણે દૈનિક શાકાહારી ખોરાકમાં પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. મોટેભાગે તુવેરની દાળ દરરોજ ખવાય છે. જ્યારે મગની (ફોતરાવાળી કે મોગર) દાળ અને અડદની દાળ પણ રોટલી, ભાખરી, પરોઠા કે ભાત સાથે ખવાય છે.
ગુજરાતી દાળ, તુવેર દાળ અને ઘણા બધા ભારતીય મસાલાઓથી બનેલી એક પૌષ્ટિક દાળ છે જે બીજી ભારતીય દાળોની સરખામણીમાં હલ્કી ખાટી-મીઠી હોય છે અને તે ગુજરાતમાં મુખ્યત્વે બપોરના ભોજનમાં પીરસવામાં આવે છે. આ સરળ રેસીપીમાં પરંપરાગત ગુજરાતી દાળ જે લગ્ન પ્રસંગ મા કે શુભ પ્રસંગ મા બનતી હોય છે એવી વરા ની દાળ મેં બનાવી છે. તેને ઘરે બનાવો અને ભાત અને પાપડની સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 🎯 દાળ બાફવાના ઘટકો :--
  2. 1 કપતુવેર દાળ
  3. 3 કપપાણી
  4. 1/2 tspહળદર પાવડર
  5. 🎯 વઘાર ના ઘટકો :--
  6. 2 tbspતેલ
  7. 1 tspરાઈ
  8. 1 tspજીરું
  9. 2 નંગસૂકા લાલ મરચા
  10. 4 નંગલવિંગ
  11. 2 નંગતજ ના ટુકડા
  12. 1/4 tspહિંગ
  13. 6-7 નંગમીઠા લીમડાના પાન
  14. 2 નંગટામેટા જીના સમારેલા
  15. 1.5 tspઆદુ + લીલા મરચાં ની પેસ્ટ
  16. નમક સ્વાદ અનુસાર
  17. 1/4 કપસીંગદાણા
  18. 1/2 tspહળદર પાવડર
  19. 1 tspધાણા જીરું પાઉડર
  20. 2 tbspદેસી ગોળ
  21. 2 tbspઆંબલી નો પલ્પ
  22. 1 tspલાલ મરચું પાવડર
  23. 1.5 કપપાણી
  24. 1/2 tspગરમ મસાલો
  25. 1/2 કપજીની સમારેલી લીલી કોથમીર ના પાન
  26. 1/2 નંગલીંબુ નો રસ
  27. 👉 ગાર્નિશ માટે :- લીલી કોથમીર ના પાન

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તુવેર દાળ ને સારી રીતે ધોઈ 20 થી 25 મિનિટ પલાળી રાખવી. ત્યાર બાદ સાથે સીંગદાણા અને આંબલી ને પણ ગરમ પાણી માં 10 થી 15 મિનિટ માટે પલાળી રાખો. હવે દાળ નું પાણી કાઢી કુકરમાં લઈ તેમાં પાણી અને હળદર પાઉડર ઉમેરી ગેસ ની મીડિયમ આંચ પર 4 સિટી વગાડી બાફી લેવી.

  2. 2

    કૂકર ની વરાળ નીકળવા દેવી પછી કૂકર ખોલી તેને હેન્ડ વ્હિસકર કે વલોની થી જેરવી એકરસ કરી લો.

  3. 3

    હવે દાળ નો વઘાર કરવા માટે એક પેન માં તેલ ગરમ કરવું, તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું નાંખવું, તે તતડે એટલે તેમાં સૂકા લાલ મરચા, લવિંગ, તજ ના ટુકડા, હિંગ અને મીઠા લીમડાના પાન ઉમેરી 2 મિનિટ માટે સોટે કરી લો.

  4. 4

    ત્યાર બાદ આમાં જીના સમારેલા ટામેટા, આદુ + લીલા મરચા ની પેસ્ટ, નમક અને સીંગદાણા ઉમેરી મિક્સ કરી મીડિયમ ગેસ ની આંચ પર ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી સોટે કરી લો.

  5. 5

    હવે આમાં હળદર પાવડર, ધાણા જીરું પાઉડર, ગોળ, આંબલી નો પલ્પ, લાલ મરચું પાવડર ઉમેરી મિક્સ કરી લો.

  6. 6
  7. 7

    હવે આમાં બાફેલી દાળ અને પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો. ઢાંકણ ઢાંકી ધીમા ગેસ ની આંચ પર 15 મિનિટ માટે ઉકળવા દો. (દાળ માં પાણી તમારે દાળ જેટલી પાતળી કે જાડી જોઈતી હોય એ પ્રમાણે ઉમેરવું)

  8. 8

    દાળ ઉકડી જાય એટલે એમાં ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી ગેસ ની આંચ બંધ કરી લો. ત્યાર બાદ આમાં લીલી કોથમીર ના પાન અને લીંબુ નો રસ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  9. 9

    હવે આપણી ખાટી મીઠી ગુજરાતી વરા ની તુવેર દાળ તૈયાર છે સર્વ કરવા માટે. આ દાળ માં ઉપરથી લીલી કોથમીર ના પાન ઉમેરી ગાર્નિશ કરી લો. આ દાળને ભાખરી, પરોઠા, રોટલી કે ભાત સાથે સર્વ કરો.

  10. 10
  11. 11
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes