નાન (Nan Recipe In Gujarati)

વડીલો ને પણ ભાવે એવી સોફ્ટ નાન.કલોનજી,મેથી નાન અને ગાર્લીક નાન લિજ્જતદાર સોફ્ટ નાન
નાન (Nan Recipe In Gujarati)
વડીલો ને પણ ભાવે એવી સોફ્ટ નાન.કલોનજી,મેથી નાન અને ગાર્લીક નાન લિજ્જતદાર સોફ્ટ નાન
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા ના લોટ મા મીઠું,બેકિંગ સોડા અને ખાંડ નાખી બરાબર મિક્સ કરવું.પછી તેલ અને દહીં નાખી ફરી મિક્સ કરવું.
- 2
થોડું થોડું પાણી નાખી.સોફ્ટ લોટ બાંધવો.
- 3
લોટ ને ૨/૩ કલાક ઢાંકી રહેવા દો.
- 4
લોટ ફૂલી જસે એટલે ફરી તેલ વાળો હાથ કરી કચરવો. નાના ગોયના કરી ઢાંકી ને રાખવા.
- 5
હવે લાબી રોટલી ની જેમ વણી. પ્લેન નાન કરવી હોય તો કલોંજી અને ધાણા પાથરવા,garlic નાન કરવી હોય તો લસણ ની પેસ્ટ ને ધાણા લગાવવા,મેથી નાન કરવી હોય તો બટર અને સુકીમેથી લગાવવી.
- 6
ત્યારબાદ ફરી ઉપર વેલન થી વણી બીજી તરફ પાણી વાળો હાથ કરી ગરમ લોઢી ઉપર મૂકો એટલે નાન ચોંટી જસે.
- 7
હવે થોડી ઉપસેલી નાન દેખાય એટલે લોઢી ને ઊંધી કરી કલોજી વાળાં ભાગ ને ગુલાબી ગુલાબી સેકી લો.
- 8
આપડી નાન તૈયાર થઈ ગઈ છે.ગરમ પાલક પનીર સાથે કે પંજાબી શાક સાથે પીરસો.ખુબજ સોફ્ટ અને સ્વાદિષ્ટ લાગશે.
- 9
મારી પાલક પનીર ની રેસિપી લિંક માં જોઈ શકો છો.
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ