વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)

Pina Mandaliya @cook_25713246
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ને ૮ થી ૧૦ કલાક પલાળી રાખી પછી તેને મિક્સર જારમાં ક્રશ કરો હવે તેમાં સ્વાાનુસાર મિંઠું નખી થોડા સોડા એડ કરો બધું મિક્સ કરી ખીરું બનાવવું
- 2
એકબાજુ ધોળકિયા માં પાણી ગરમ કરવા મૂકવું ગરમ પાણી થઇ જાય એટલ ેએક પ્લેટ ને તેલ વાળી કરો પછી તેમાં બનાવેલું ખીરું નાખો
- 3
૧૦ મિનીટ સુધી થવા દો પછી તેને ઠારવા માટે મૂકો ઠરી જાય પછી તેના લંબચોરસ કટકા કરી લો હવે એક પેન કઢાઈ માં તેલ મૂકી તેમાં રાઈ મૂકો પછી મરચા ના ટુકડા નાખો સહેજ હીંગ નાખી એ વઘાર કટકા પર રેડી દો
- 4
પછી ઉપર નીચે કરી મિક્સ કરો ને કોથમીર ને ટોપરા ના છીણ થી ગાર્નિશ કરો
સાથે પીળી કે કોથમીર ની ચટણી સાથે સર્વ કરો બહુ જ સરસ લાગે છે plz try 👍🤗😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16001266



ટિપ્પણીઓ (5)