કોર્ન પાલક ગ્રેવી સબ્જી (Corn Palak Gravy Sabji Recipe In Gujarati)

Jyotsana Prajapati @j_8181
કોર્ન પાલક ગ્રેવી સબ્જી (Corn Palak Gravy Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા એક લોયામાં તેલ ગરમ કરો. અને તેલ ગરમ થાય પછી તેમાં જીરું અને હિંગ નાખી પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી બે-ત્રણ મિનિટ સુધી સાંતળી લો.
- 2
હવે પછી તેમાં આદુ અને મરચાની પેસ્ટ ઉમેરો અને મિક્સ કરી લો. પછી તેમાં લીલું લસણ ઉમેરો ફરી એકાદ-બે મિનિટ સુધી ચડવા દો.
- 3
હવે તેમાં ટમેટાની પ્યૂરી ઉમેરીને હલાવી લો પછી તેમાં લાલ મરચું, ધાણાજીરુ, હળદર અને ગરમ મસાલો તેમજ મીઠું ઉમેરો પછી મિક્સ કરી લો.
- 4
પછી તેમાં પાલકની પ્યુરી ઉમેરી અને મિક્સ કરીને ગ્રેવીને પાંચ મિનિટ સુધી ચઢવા દો.
- 5
ગ્રેવી બરાબર પાકી જાય પછી તેમાં મકાઈના દાણા ઉમેરો અને મિક્સ કરી લો. અને પછી શાક માથી તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દો.
- 6
તૈયાર છે કોર્ન પાલક ગ્રેવી સબ્જી
- 7
- 8
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16047548




















ટિપ્પણીઓ (11)