કાજુ ગાંઠિયા નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કઢાઈ લઈ તેમા ૩ ચમચી ઘી એડ કરી ગરમ થવા દો, ઘી ગરમ થઇ જાય એટલે કાજુ ના ટુકડા બદામી રંગના થઈ જાય ત્યા સુધી શેકી લેવા, કાજુ શેકાઈ જાય એટલે એક ડીશ માં કાઢી લો,
- 2
હવે એજ કઢાઈ માં પાછુ ૨ ચમચી ઘી એડ કરી દો,ઘી ગરમ થઈ જાય એટલે તેમા ઝીણા સમારેલા કાંદા અને ટામેટા એડ કરી બરાબર ચળવા દૉ ત્યાર બાદ તેમા લસણની પેસ્ટ એડ કરી બરાબર મિક્સ કરી ફરી થી ચળવા દો,કાંદા ટામેટા બરાબર ચળી જાય એટલે તેમા હળદર, લાલ મરચું, ધાણા પાઉડર, ગરમ મસાલો, પંજાબી મસાલો એડ કરી મિક્સ કરી લૉ અને ૧ મિનિટ સુધી થવા દો,ત્યાર બાદ તેમા ગાંઠિયા, શૅકૅલા કાજુ અને મીઠું એડ કરી મિક્સ કરી લૉ અને ૨ મિનિટ સુધી શાક થવા દો, શાક થઈ જાય એટલે એક બાઉલ માં કાઢી કોથમીર અને કાજુ થી સજાવી દૉ
- 3
તો તૈયાર છે કાજુ ગાંઠિયા નું શાક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16409784





ટિપ્પણીઓ (4)