આથેલી આંબા હળદર અને લીલા મરચા

આ હળદર શિયાળા માં કે ચોમાસા મા ખાવાની બહુ મજા આવે . આંબા હળદર સાથે મેં લીલા મોળા મરચા આથીયા છે..અને સાથે લસણ ની કળીઓ પણ નાખી, જે પ્રેશર અને ડાયાબિટીસ પેશન્ટ માટે ઘણી લાભદાયક છે.

રાંધવાની સૂચનાઓ
- 1
આંબા હળદર ને પાણીથી ધોઈ,સ્કિન પીલ કરી લો,ત્યારબાદ તેને ઊભી ચીરી માં કાપી લો.
- 2
આથવાની દરેક સામગ્રી હાથવગી રાખો. મરચા ને ડિટા કાપી બિયાં અને નસો કાઢી નાંખો.
- 3
હવે સ્ટીલ ના વાસણ માં આંબા હળદર,મરચાના મિડીયમ કટકા,લીંબુ ના કટકા,મીઠું અને લીંબુ નો રસ નાખી મિક્સ કરો.
પછી મને થયું કે મારી પાસે લસણ છે તો એની કળીઓ પણ નાખું તો વધારે સ્વાદીષ્ટ રહેશે એટલે લસણ પણ એડ કર્યું. - 4
- 5
બધી વસ્તુ મિલાવી ને હલાવી ૩૦ મિનિટ માટે ઢાંકીને રાખી દીધું..
હવે મીઠાનું પાણી થાય એટલે કાચની બરણી માં ભરી ઉપર થી એક ગ્લાસ અથવા ડૂબાડૂબ પાણી નાખી ફ્રીઝ માં મૂકી દો.૪-૫ દિવસ માં હળદર મરચાં લસણ અથાઇ જાય પછી, ખાવાની બહુ મજા આવશે.. - 6
- 7
Top Search in
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (17)