લચકા મગ
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ને ચાર કલાક પલાળી બરાબર બાફી લેવા.
- 2
કડાઈ માં તેલ ગરમ કરવા મૂકવું.ત્યારબાદ ખડા મસાલા નાખવા.એટલે કે તજ,લવિંગ, ઈલાયચી, મરી અને જીરૂ રાખી સતડાઈ જાય એટલે લીમડી ના પાન નાખી.આદુ મરચા ની પેસ્ટ નાખવી સાતળવું.ત્યારબાદ કસ્તુરી મેથી નાખવી.
- 3
હવે હિંગ નાખી,લાલ કલર આવે એટલે ૧ ચમચી મરચાની ભૂકી નાખી તરત બાફેલા મગ નાખી હલાવવું.હવે બાકી ના મસાલા નિમક,લીંબુ, હળદળ,ખાંડ નાખી મગ તૂટે નહિ એમ હલકે હાથે હલાવી મિક્સ કરવું.જોઈએ તો લાલ મરચાંની ભૂકી ઉમેરી શકાય.
- 4
હવે બાઉલ મા કાઢી મરચા રાખી ટેબલ ઉપર સેટ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16453033





ટિપ્પણીઓ