બટર ગાર્લિક તંદૂરી રોટી (Butter Garlic Tandoori Roti Recipe In Gujarati)

ફ્રેન્ડ્સ આપણા ઇન્ડિયન કુસીનમાં જોઈએ તો રોટીની એકદમ અલગ જ ઘણી વેરાઈટી મળી આવે છે તો અહીં આજે મેં બટર ગાર્લિક તંદૂરી રોટી ની રેસીપી શેર કરી છે તે ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ મેંદાનો લોટ મીઠું ખાંડ દહીં બેકિંગ પાઉડર બેકિંગ સોડા અને થોડું ગરમ એવું દૂધ મિક્સ કરી લોટ મિક્સ કરો 1/2 ચમચી જેટલું ઘી નાખવું ત્યારબાદ જરૂર પડે તો પાણી લઈ નરમ લોટ બાંધો
- 2
આ લોટને થોડીવાર રેસ્ટ આપો ત્યારબાદ તેની આટામણ લઈ ગોળ રોટી વણી લો હવે આ રોટી ને પાણી લગાવી ગરમ તવા પર ચોંટાડી દો. ત્યારબાદ લોઢીને ઊંધી કરી અને રોટી કૂક કરો અને બટર લગાવી દો તો સાદી બટર રોટી તૈયાર છે
- 3
હવે આ રોટી જ વણી તેના પર ઝીણું સમારેલું ગાર્લિક અને કોથમીર લગાવી શેકી લો ત્યારબાદ ગરમ રોટલીમાં જ બટર લગાવી લો તો તૈયાર છે બટર ગાર્લિક તંદુરી રોટી જે પંજાબી સબ્જી અને દાલ ફ્રાય સાથે ખૂબ જ સરસ લાગે છે
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)