પંજાબી સ્ટાઇલ સેવ ટામેટા સબ્જી જૈન (Punjabi Style Sev Tomato Sabji Jain Recipe In Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#PSR
#Punjabi
#Sabji
#Sev-Tomato
#lunch
#dinner
#COOKPADINDIA
#CookpadGujrati
સેવ ટામેટાનું શાક ભારત નાં જુદા જુદા રાજ્યો માં પ્રખ્યાત છે. જે ગુજરાત ,રાજસ્થાન ,મધ્યપ્રદેશ ,પંજાબ એમ અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ પદ્ધતિથી બનાવવામાં આવે છે. પંજાબમાં સેવ ટામેટાનું શાક બનાવવામાં આવે છે તે દેશી ઘીમાં બનાવવામાં આવે છે. આ ઉપરાંત તેમાં મલાઈ તથા કસૂરી મેથી પણ ઉમેરવામાં આવે છે. આથી સ્વાદમાં તે બીજા પ્રાંતના સેવ ટામેટા ના શાક કરતાં ઘણું અલગ હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  1. 3મોટા લાલ ટામેટા
  2. 3/4 કપજાડી સેવ અથવા તો રતલામી સેવ
  3. 1/2 ચમચો દેશી ઘી
  4. ચમચીજીરું
  5. 2લીલા મરચા ઝીણા સમારેલા
  6. 1/4 ચમચી સૂંઠ
  7. આ ચમચી હળદર પાઉડર
  8. 1 ચમચીલાલ મરચું પાઉડર
  9. ચમચીધાણાજીરું પાઉડર
  10. 1/4 ચમચી ગરમ મસાલો
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. 1 મોટો ચમચોમલાઈ
  13. ચમચીખાંડ
  14. 1/4 ચમચી કસુરી મેથી
  15. 1ચમચો ઝીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એકડાઈમાં ઘીનો વઘાર મૂકી તેમાં ઘી ગરમ થાય એટલે જીરું ઉમેરો જીરું તતડે એટલે તેમાં હિંગ લીલા મરચા અને સમારેલા ટામેટા ઉમેરી મીઠું ઉમેરી બરાબર સાંતળીને ઢાંકીને પાંચથી સાત મિનિટ માટે તેને ચડવા દો.

  2. 2

    સરસ રીતે ચડી જાય અને ઘી છૂટું પડી જાય એટલે તેમાં બાકીના કોરા મસાલા ઉમેરી દો પછી તેમાં બે કપ પાણી ઉમેરો. પાણી ઉકળે એટલે તેમાં સેવ ઉમેરી ફરી ત્રણથી ચાર મિનિટ માટે તેને કુક કરી લો.

  3. 3

    સેવ ચડી જાય અને બધું સરસ એકરસ થવા મળે એટલે તેમાં તાજી મલાઈ,ઝીણી સમારેલી કોથમીર અને કસૂરી મેથી ઉમેરી દો જરૂર પડે તો એક ચમચી ખાંડ ઉમેરવી.

  4. 4
  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes