ગટ્ટા નું શાક

Gauri Sathe @gauri
આ રાજસ્થાની વાનગી છે.ખુબ સ્વાદિષ્ટ બને છે.શાક ના હોય ત્યારે શ્રેષ્ઠ વિકલ્પ છે.
#RB12
ગટ્ટા નું શાક
આ રાજસ્થાની વાનગી છે.ખુબ સ્વાદિષ્ટ બને છે.શાક ના હોય ત્યારે શ્રેષ્ઠ વિકલ્પ છે.
#RB12
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાના લોટમા જરુર મુજબ હળદર,મીઠું અજમો નાખી કણક બાંધી લો અને નાના વાટા કરી ઉકળતા પાણી મા નાખી ચડવા દો. ચડી જાય એટલે વાટા આપોઆપ પાણી મા ઉપર આવશે અને નાના બબલ્સ આવશે. ચડી જાય એટલે ઠંડા કરી નાના ગુલ્લા/ગટ્ટા કરી લો.
- 2
હવે એક કઢાઇ મા તેલ લઈ રાઇ-જીરા-અજમાનો વઘાર કરી હિંગ, હળદર નાખી આદુ લસણ મરચાની પેસ્ટ અને સમારેલી ડુંગળી નાખી સાંતળી લો હવે તેમા જરુર મુજબ પાણી નાખી ઉકળવા દો જરુરી મસાલા નાખો.
- 3
હવે કઢાઇ મા દહીં નાખી સમારેલા ગટ્ટા નાખો.પાંચ મિનિટ ઉકળવા દેવાનું અને ગેસ બંધ કરી દો. હવે સમારેલી કોથમીર ઉમેરો
- 4
ગટ્ટાનુ શાક સર્વ કરવા માટે તૈયાર છે.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16546154






ટિપ્પણીઓ