સ્પીનર પાલક મઠરી (Spinach Palak Mathari Recipe In Gujarati)

#DTR
#cookpadindia
#cookpadgujarati
@Disha_11 @Ekrangkitchen @hetal_2100
આજે હું એક નાસ્તાની રેસીપી બનાવું છું જે બાળકો અને પુખ્ત વયના લોકો બંનેને પસંદ આવે તેવી છે. સ્પીનર પાલક મઠરી ખરેખર ક્રિસ્પી અને ખાવામાં ટેસ્ટી છે. તહેવારો પર મહેમાન માટે અથવા કોઈપણ પ્રસંગે ભેગા થવા માટે એક સરસ નાસ્તાની વાનગી છે. રેસીપી સરળ છે અને તમે તમારા રસોડામાં આસાનીથી બનાવી શકો છો. સામાન્ય રીતે લોકો ખાસ્તા મઠરી, મેથી મઠરી, નમકીન મઠરી, ખાસ્તા મસાલા મઠરી વગેરે બનાવે છે પરંતુ તમારે આ સરળ હોમમેઇડ મઠરીની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. તમારા દિવાળીના નાસ્તા/દિવાળી નમકીન તરીકે પાલક મઠરીનો સમાવેશ કરજો.વડી દેખાવમાં પણ જમીન ચકરી જેવી લાગતી હોવાથી બાળકો માટે પણ યાદગાર બની રહેશે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદાના લોટમાં મીઠું ઘીનું મોણ ઉમેરી મધ્યમ કઠણ લોટ બાંધીને 15 મિનિટ રેસ્ટ આપવો ચણાના લોટને પાંચથી સાત મિનિટ ધીમા તાપે શેકીને અલગ રાખવો.પાલક અને લીલા મરચા ની મિક્સર જારમાં પેસ્ટ બનાવી લેવી.
- 2
એક કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરી તેમાં હિંગ જીરું પાઉડર તૈયાર કરેલી પેસ્ટ અને શેકેલો લોટ નાખી બાકીના બધા જ મસાલા ઉમેરો અને પાણી બળીને સ્ટફિંગ થાય તેવું તૈયાર કરી લો આ સ્ટફિંગમાં મીઠું ખૂબ જ ઓછું વાપરવું અને તેને ઠંડુ પડવા દેવું.
- 3
મેંદાના લોટમાંથી એક મોટું પરોઠું વણવું પુરણનું પણ એ જ સાઈઝનું પરોઠું વણવું અને બંનેને ભેગા કરવા ત્યારબાદ તેનો ટાઈટ રોલવાળી એક ઇંચ ના ટુકડા કરી લો અને લુવાને સહેજ પ્રેસ કરી વેલણથી સહેજ જ વણવી આ રીતે બધી જ મઠરી તૈયાર કરવી.
- 4
- 5
હવે કડાઈમાં તેલ ગરમ કરી તેમાં બધી જ મઠરીને લાલાશ પડતી તળી લેવી અને છાપા પર ગોઠવીને ઠંડી પડવા દેવી.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (8)