હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)

હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં પાણી ગરમ કરી પાણી ઉકળે એટલે તેમાં પાલકની ભાજી ને બે મિનિટ માટે બ્લાન્ચ કરી લેવી અને પછી તેને ઠંડા પાણીમાં બે મિનિટ રાખી દેવી
- 2
હવે એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં જીરું આદુ-મરચા, લીલું લસણ અને સમારેલા કેપ્સિકમ તથા વટાણાને સાંતળી લેવા સોફ્ટ થાય ત્યાં સુધી પછી તેમાં બ્લાસ્ટ કરેલી પાલક નાખી બધું પાણી બળી જાય ત્યાં સુધી કુક કરવું
- 3
તેની અંદર મીઠું અને હળદર નાખી કુક કરવું હળદર નાખવાથી કલર લીલો જળવાઈ રહે છે પછી આ મિશ્રણને ઠંડુ થવા દેવું
- 4
હવે એક મિક્સર જારમાં ઠંડુ થયેલું મિશ્રણ ફુદીનાના પાન કોથમીર નાખી ક્રશ કરી લેવું. મિશ્રણ ઠંડુ થાય એ દરમિયાન ચણાના લોટને શેકી લેવું
- 5
પછી મિશ્રણને એક બાઉલમાં કાઢી તેની અંદર બાફેલા બટાકા અને શેકેલો ચણાનો લોટ ઉમેરી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ગરમ મસાલો સંચળ પાઉડર શેકેલા જીરાનો પાઉડર અને થોડો ભાખરીનો જાડો લોટ ઉમેરી મિક્સ કરી લેવું અને એક ડો જેવું તૈયાર કરી લેવું
- 6
પછી તેલ વાળો વાત કરીએ આ મિશ્રણમાંથી હથેળીથી થેપી તેની ઉપર કાજુનો ટુકડો મૂકી ફરીથી બ્રેડ ક્રમ્સ અથવા ભાખરીના જાડા લોટ થી કોટ કરી લેવું
- 7
આ રીતે બધા કબાબ તૈયાર કરી લેવા પછી તેને ગરમ તેલમાં બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવા
- 8
પછી કબાબને સર્વિંગ પ્લેટમાં લઈ ગ્રીન ચટણી સાથે સર્વ કરવા
Keywords
Similar Recipes
More Recipes


























ટિપ્પણીઓ