ઓટ્સ વેજ ઢોકળા (Oats Veg Dhokla Recipe In Gujarati)

ઓટ્સ અને વેજીટેબલ નાં આ ઢોકળા એક હેલ્થી રેસીપી છે. બાળકો જો વેજીટેબલ નાં ખાતા હોય તો આ રીતે આપી શકાય.
ઓટ્સ વેજ ઢોકળા (Oats Veg Dhokla Recipe In Gujarati)
ઓટ્સ અને વેજીટેબલ નાં આ ઢોકળા એક હેલ્થી રેસીપી છે. બાળકો જો વેજીટેબલ નાં ખાતા હોય તો આ રીતે આપી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
ઓટ્સ ને છાશ માં આખી રાત પલાળવા. સવારે થોડી વાર માટે પણ પલાળી શકાય. અડદ દાળ અને ચણા દાળ ને પણ આખી રાત પલાળી રાખો.
- 2
મિક્સર જાર માં પહેલા બંને દાળ વાટી લેવી. હવે તેમાં ઓટ્સ છાશ ની સાથે જ નાખીને ક્રશ કરો.
- 3
મિશ્રણને બાઉલમાં કાઢી એમાં સોજી નાખો. મકાઈ સિવાયના બધા જ વેજીટેબલ ને ચોપરમાં ચોપ કરવા.
- 4
ચોપ કરેલા શાકભાજી અને મકાઈના દાણા ખીરામાં નાખવા. ત્યારબાદ તેમાં મીઠું મરી અને ઈનો નાખો. સરખું ફેટી થાળીમાં તેલ લગાવી ખીરુ પાથરવું. ઉપર લાલ મરચું પાઉડર ભભરાવો. અને 10 થી 12 મિનિટ માટે વરાળે બાફવું. ચપ્પુ નાખીને ચેક કરવું જો સરખું બફાયું ન હોય તો થોડીવાર બાફવું.
- 5
કાપા કરી વઘાર માટે તેલ ગરમ કરો. તેમાં રાઈ હિંગ અને તલ નાખી દેવું.
- 6
વઘાર ઢોકળા ઉપર સ્પ્રેડ કરવો. અને ઉપરથી કોથમીર નાખી દેવી.
- 7
તૈયાર છે ઓટ્સ વેજ ઢોકળા. ગરમ ગરમ પીરસો.
Top Search in
Similar Recipes
More Recipes






















ટિપ્પણીઓ (8)