સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)

#cookpadindia
#cookpad_guj
#cookpad
#LSR
શિયાળાની સીઝનમાં પુષ્કળ પ્રમાણમાં લીલા શાકભાજી મળી રહે છે. ઊંધિયું બનાવવા માટે બધી જાતના શાક અને ખાસ તો સુરતી પાપડી અને દાણા વાળી પાપડી જરૂરી હોય છે. ઉંધીયુ બનાવવાની રીત બધાની અલગ અલગ હોય છે કોઈ બાફીને બનાવે છે. કોઈ તળીને બનાવે છે. અથવા તો કોઈ સીધું કુકરમાં જ બનાવે છે. અહીં મેં ઊંધિયું ને બાફીને પછી વઘાર્યું છે. ભરપૂર લીલા મસાલા એડ કરીને. મેથીના મુઠીયા માં, રવૈયામાં લીલું લસણ અને કોથમીર નો ઉપયોગ કરે છે લીલા મસાલાથી ઊંધિયું ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. શિયાળામાં જ્યારે લગ્ન પ્રસંગે બધી અલગ અલગ આઈટમ હોય છે. તેમાં ખાસ કરીને ઊંધિયું બનાવવામાં આવે છે. અહીં મેં ઊંધિયા ની રેસીપી શેર કરી છે તો મિત્રો જરૂરથી બનાવવાનો ટ્રાય કરજો. 🙏🙏

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા શાકભાજીને ધોઈને લુછી લો. નાની બટાકી ની છાલ કાઢી લો. શક્કરીયા ને છાલ સાથે ગોળ ટુકડામાં કટ કરી લો. રતાળુ ની છાલ કાઢીને તેના ટુકડા કરી લો.
- 2
સુરતી પાપડી ને છોલીને સાફ કરી લો દાણા વાળી પાપડી ના દાણા કાઢી લો. રવૈયા માટે ઉપર મુજબ આપેલી બધી સામગ્રી અને તેલ મિક્સ કરીને ભરવાનો મસાલો રેડી કરી લો. રવૈયામાં કાપા કરીને તેમાં બધો મસાલો ભરી લો.
- 3
હવે સ્ટીમર ને પ્રિહિટ કરીને રાખો. તેમાં નીચે પાણી અને ઉપર એક જાળી મૂકીને બધા શાકને ગોઠવીને સૌથી ઉપર રવૈયા મૂકીને વરાળથી બાફી લો લગભગ 20 મિનિટમાં બધું શાક બફાઈ જશે.
- 4
એક તાસકમાં મેથીના મુઠીયા બનાવવા માટે મેથી બધા ઘટકો અને લીલા સૂકા મસાલા મિક્સ કરી લો તેનો ભાખરી જેવો લોટ બાંધી લો અને મુઠીયા વાળીને તેલ મૂકીને તળી લો.
- 5
ઉંધીયુ વઘારવા માટે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું, અજમો અને હિંગ એડ કરો પછી તેમાં ટામેટું એડ કરીને સાંતળી લો હવે તેમાં આદુ લસણની પેસ્ટ અને લીલું લસણ અને લીલા મરચાની પેસ્ટ એડ કરો. બે સેકન્ડ માટે થવા દો. પછી તેમાં બધા સૂકા મસાલા, એડ કરો. એક પછી એક બધા શાક એડ કરીને હળવા હાથે તાવેતાથી હલાવો. હવે તેમાં કોથમીર લીલું લસણ, ગરમ મસાલો, મીઠું અને થોડું ગરમ પાણી એડ કરો.
- 6
ઊંધિયું ને હળવા હાથે હલાવો જેથી બધા શાક તૂટી ન જાય હવે તેમાં તળેલા મુઠીયા નાખીને દસ મિનિટ કૂક થવા દો. સર્વ કરવા માટે સુરતી ઊંધિયું તૈયાર છે.
- 7
સુરતી ઊંધિયું ને લીલા લસણ થી ગાર્નીશ કરો સુરતી ઊંધિયું ને સર્વ કર્યું છે.
Top Search in
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (10)