ભાવનગર ના ફેમસ ભૂંગળા બટાકા (Bhavnagar Famous Bhungra Bataka Recipe In Gujarati)

#NRC
#SN1
#Vasantmasala
#aaynacookeryclub
હું 2 વરસ થી વસંત મસાલા વાપરું છું. બધા જ મસાલા બવ સરસ આવે છે. આજે મે વસંત મસાલા નું કાશ્મીરી મરચું પાઉડર વાપરી ને ભૂંગળા બટાકા બનાવ્યા છે. ભૂબજ નેચરલ કલર ને સ્વાદ માં એકદમ મોળું.. તીખાશ વગર નું મરચું આવે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને મીઠું નાખી ને બાફી ને છાલ ઉતારી લેવી
- 2
સૂકા લસણ માં વસંત મસાલા નું કાશ્મીરી મરચું ને મીઠું નાખી ને ચટણી વાટી લેવી
- 3
ખાટી આંબલી ને પલાળી લેવી તેનો પલ્પ કાઢી લેવો. બધી તૈયારી કરી લેવી.
- 4
ત્યાર બાદ એક પેન માં 2-3 ચમચી તેલ મૂકી તેમાં લસણ ને વસંત મરચું નાખી ને બનાવેલ ચટણી નાખી 1 મિનિટ્સ સાંતળવું. તેમાં વસંત મસાલા નું મરચું પાઉડર, હળદર પાઉડર, ધાણાજીરું પાઉડર અને આંબલી નો પલ્પ નાખી 2-3 મિનિટ્સ સાંતેળવું.
- 5
બરાબર સંતળાય જાય એટલે તેમાં બાફેલા બટાકા ઉમેરી બધું બરાબર મિક્સ કરી ને થોડી વાર હલાવતા રહેવું.
- 6
થોડી વાર બરાબર થવા દેવું.. સાથે હલાવતા રહેવું.4-5 મિનિટસ માં થય જાય એટલે ઉપર થી લીલું લસણ અને લીલા ધાણા નાખી ગાર્નીશિંગ કરવું
- 7
ભૂંગળા ને તેલ માં તળી લેવા. તૈયાર થયેલા બટાકા સાથે સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)