અવધી વેજ બીરયાની - લખનૌવી વેજ બીરયાની

અવધી વેજ બીરયાની - લખનૌવી વેજ બીરયાની
રાંધવાની સૂચનાઓ
- 1
બાસમતી ચોખા ને 1/2 કલાક પાણી માં પલાળી રાખો. એક કડાઈ માં પાણી, મીઠું, ચોખા ના આખા ખડા મસાલા નાખી, ઉકળે એટલે પલાળેલા ચોખા નાખી 80% જેટલા ચડવા દો. ઘી નાખી દો. પાણી ચારણી માંથી કાઢી લો. ચોખા ને છૂટા રાખો. આખા મસાલા કાઢી લો.
- 2
એક કડાઈ માં તેલ નાખી, બરીસ્તો માટે ડુંગળી ની પાતળી સ્લાઇસ બ્રાઉન કલર ની થાય એવી તળી લો. કાજુ બદામ તળી લો. એક પેન માં પાણી નાખી બટાકા, વટાણા, ગાજર, ફ્લાવર ઉકાળી ને પાર બોઈલ કરી લો. હવે એ જ કડાઈ માં જીરૂ અને આખા ખડા મસાલા નાખી, ડુંગળી ને કેપ્સીકમ સાંતળી લો. હવે એમાં અડધા બાફેલા વેજ નાખી, મીઠું, આદુ લસણ મરચા ની પેસ્ટ, ફૂદીના નાં પાન નાખી મીકસ કરો. દહીં નાખી મીક્સ કરી લો.
- 3
હવે એક જાડા તવા ઉપર, જાડા તળિયાવાળી કડાઈ રાખો. એમાં વેજ ગ્રેવી નું લેયર પાથરો. ઊપર ચોખા નું લેયર કરો. કેસર, રોઝ, કેવડા મીક્સ દૂધ ચમચી થી બધે રેડો. ફૂદીના નાં પાન પાથરો. હવે ફરી વેજ ગ્રેવી નું લેયર પાથરો. ઊપર ચોખા નું લેયર કરો. દૂધ રેડો. ફૂદીના નાં પાન પાથરો.
- 4
ઢાંકણ ઢાંકી સાવ ધીમા તાપે ચડવા દો. ચડી જાય પછી સર્વિંગ ડીશ માં કાઢી, બરીસ્તો, ફૂદીનો, કાજુ બદામ થી સજાવી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- વેજ બિરયાની ઇન કુકર (Veg Biryani In Cooker Recipe In Gujarati)
- રાગી ઘઉં અને મેથી ના થેપલા (Raagi Wheat Methi Thepla Recipe In Gujarati)
- ડબલ તડકા દૂધી ચણાની દાળ નું શાક (Double Tadka Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
- બટર પનીર ગ્રીન વેજિટેબલ પરાઠા (Butter Paneer Green Vegetable Paratha Recipe In Gujarati)
- મૂળા ભાજી નું સલાડ (Radish Leaves Salad Recipe In Gujarati)








ટિપ્પણીઓ (5)