ગાર્લિક નાન (Garlic Naan Recipe In Gujarati)

ગાર્લિક નાન (Garlic Naan Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાથરોટમાં મેંદાનો લોટ લઇ તેમાં સ્વાદ મુજબ મીઠું,ખાંડ, લસણની પેસ્ટ, દહીં,બેકિંગ પાઉડર, બેકિંગ સોડા એ બધું ઉમેરી મિક્સ કરી લેવું જરૂર મુજબ ગરમ પાણીથી મીડીયમ એવો લોટ બાંધી લેવો. લોટને હાથ વડે પાંચ થી સાત મિનિટ સુધી મસળી લેવો. એટલે લોટ સરસ ફ્લફી બની જશે અને નાન સોફ્ટ થશે.
- 2
પછી તે લોટની ઉપર તેલ લગાવી ઢાંકી અને 1/2 કલાક સુધી લોટને રેસ્ટ આપવો. ત્યારબાદ લોટ થોડો ફૂલીને બમણો થઈ જશે. લોટને તેલથી મસળી લેવો. પછી તે લોટમાંથી મીડીયમ સાઈઝના લુવા બનાવી લેવા.
- 3
ત્યારબાદ તેમાંથી મનપસંદ આકારની નાન વણી લેવી. પછી નાન ની એક બાજુ પાણી લગાવી તે જ સાઈડને ગરમ તવા પર મૂકવી. પછી આ રીતે એક સાઈડ ફૂલી જાય એટલે તવા માં ચોટેલી નાન ને ભઠ્ઠા માં શેકી લેવી. આ રીતે બંને બાજુ ગોલ્ડન બ્રાઉન શેકાઈ જાય એટલે ઉતારી લેવી.
- 4
પછી 1 વાટકી માં ઘી, તેમાં લસણની પેસ્ટ કોથમીર અને કલોંજી ઉમેરીને મિક્સ કરી લેવા. પછી એ ઘી ને ગરમાગરમ નાન પર લગાવી દેવું. જેથી કોથમીર, લસણની પેસ્ટ, કલોંજી એ બધું નાન પર સરસથી સ્પ્રેડ થઈ જશે. હવે તૈયાર છે ગાર્લિક નાન તે કોઈ પણ સાથે સર્વ કરી શકાય.
Keywords
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ (2)