રેલ્વે સ્ટાઈલ કટલેટ (Railway Style Cutlet Recipe In Gujarati)

Unnati Desai
Unnati Desai @unns_cooking

રેલ્વે સ્ટાઈલ કટલેટ (Railway Style Cutlet Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫-૬ નંગ બાફેલા બટાકા
  2. ૧/૨ કપઝીણી સમારેલી ફણસી
  3. ૧/૨ કપલીલા વટાણા
  4. ૧/૨ કપઝીણું સમારેલું બીટ
  5. ૧/૨ કપઝીણા સમારેલા ગાજર
  6. ૩-૪ ઝીણા સમારેલા લીલા મરચાં
  7. ૧/૨ઈચ આદુનો ટુકડો
  8. ૨ ચમચીતેલ
  9. ૧/૨ ચમચીહિંગ
  10. ૧/૪ ચમચીહળદર
  11. ૧ ચમચીધાણાજીરૂ
  12. ૧ ચમચીલાલ મરચું
  13. ૧/૨ ચમચીગરમ મસાલા
  14. ૨ ચમચીઆમચૂર પાઉડર
  15. ૩ ચમચીકોર્ન ફ્લોર
  16. બ્રેડ ક્રમ જરૂર મુજબ
  17. ૧/૪ કપસમારેલા ધાણા
  18. મીઠું સ્વાદ અનુસાર
  19. મેદાની સ્લરી બનાવવા માટે
  20. ૪ ચમચીમેંદો
  21. ૨ ચમચીકોર્ન ફ્લોર
  22. મીઠું સ્વાદ અનુસાર
  23. તેલ તળવા માટે
  24. બ્રેડ ક્રમ કટલેટ કોટ કરવા માટે
  25. સર્વ કરવા માટે
  26. બ્રેડ જરૂર મુજબ
  27. બટર જરૂર મુજબ
  28. બનાવેલી કટલેટ જરૂર મુજબ
  29. કેચઅપ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાકાને બાફી લો ગાજર ફણસી બીટ ને ઝીણા સમારી લો લીલા મરચાને ઝીણા સમારી લો.

  2. 2

    એક પેનમાં તેલ લઈ જીરું અને હિંગ ઉમેરો જીરું ફૂટે એટલે આદુ મરચા ઉમેરી સાંતળો. ત્યારબાદ તેમાં ગાજર બીટ વટાણા અને ફણસી ઉમેરીને તેને ફાસ્ટ ગેસ પર બે થી ત્રણ મિનિટ માટે કુક કરી લો. ત્યારબાદ તેમાં મીઠું ધાણાજીરું મરચું હળદર અને ગરમ મસાલો ઉમેરી બે થી ત્રણ મિનિટ માટે કુક કરી ગેસ બંધ કરેલ મિશ્રણને ઠંડુ થવા દો

  3. 3

    બાફેલા બટાકાને છોલીને તેને મેશ કરી લો

  4. 4

    હવે ગાજર વાળું મિશ્રણ ઠંડુ થઈ ગયું હશે તેમાં કોર્ન ફ્લોર બ્રેડ ક્રમ્સ અને આમચૂર પાઉડર ઉમેરો મેશ કરેલા બટાકા કોથમીર મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો જો મિશ્રણ ઢીલું લાગે તો થોડા બ્રેડ ક્રમ્સ ઉમેરી બરાબર મિક્સ કરો

  5. 5

    એક બાઉલમાં મેંદો કોર્ન ફ્લોર અને પાણી ઉમેરી બહુ પાતળી નહીં એવી મેદાની સ્લરી તૈયાર કરો. બનાવેલા મિશ્રણમાંથી કટલેટના મોલ્ડની મદદથી કટલેટ વાળી લો.

  6. 6

    હવે ફોર્ક ની મદદથી કટલેટને મેદાની સ્લરીમાં બંને બાજુ કોટ કરી લો. ત્યારબાદ તેને બ્રેડ ક્રમ્સમાં મૂકી બધી બાજુથી બરાબર બ્રેડ ક્રમ્સ લગાવી દો આ રીતે બધી કટલેટ તૈયાર કરી લો તેને 1/2 કલાક માટે ફ્રિજમાં સેટ થવા માટે રાખો

  7. 7
  8. 8

    એક પેનમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ મીડીયમ કરી એક વખતમાં બે થી ત્રણ કટલેટ બધી બાજુથી ગુલાબી રંગની થાય ત્યાં સુધી તળી લો. આ ગરમા ગરમ કટલેટને કેચઅપ સાથે સર્વ કરો. ટ્રેનમાં આજ કટલેટને બે બ્રેડની સ્લાઈસ પર બરાબર બટર લગાવીને બ્રેડની વચ્ચે મૂકીને સર્વ કરવામાં આવે છે.

  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Unnati Desai
Unnati Desai @unns_cooking
પર

Similar Recipes