ધાણી મમરા નો ચેવડો,(Dhani Mamra no Chevdo)

Brinda Padia @cook_24755663
ધાણી મમરા નો ચેવડો,(Dhani Mamra no Chevdo)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં તેલ મૂકી તેમાં ધાણી ને સેકી લો તેમાં હળદર પાઉડર નાખી ને બરાબર સેકી લો, તેવીજ રીતે મમરા ને પણ સેકી લો ને તેજ કડાઈ માં મસાલા વાળા દાળિયા ને પણ સેકી લો.
- 2
સેકાઈ જાય એટલે તેને એક મોટા વાસણમાં ભેગુ કરી લો અને તેને, સૂકું કોપરું ઉમેરી ને તેમાં અડદ ના પાપડ, ચોખા ના પાપડ ને તળી ને ઉમેરી દો, તેમાં બટેકા ના છિણ ને તળી ને ઉમેરી બરાબર મિક્ષ કરી લો,
- 3
હવે તેમાં ખારી શિંગ, તીખી સેવ, તળેલા પાપડ નો ભૂકો કરી તેમાં ઉમેરી ને બરાબર મિક્ષ કરી લેવું,
- 4
હવે એક વધાર્યા માં તેલ ગરમ કરો તેમાં રાઈ, તલ, લીલું મરચું, હિંગ નાખી ને પછી તેમાં ગેશ બંધ કરી ને તેમાં લાલ મરચું પાઉડર, ગરમ મસાલો નાખી ને દળેલી ખાંડ નાખી ને બરાબર મિક્ષ કરી લો.
- 5
તો ત્યાર છે હોળી સપ્સિલ ધાણી મમરા નો ચેવડો. જે જટપટ બની જાય છે અને નાના તથા મોટા બધા ને ભવતો ચેવડો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16840049
















ટિપ્પણીઓ (2)