ઇન્સ્ટન્ટ સેવ ઉસળ

#SFC
આજે મે વડોદરા નું ફેમસ સ્ટ્રીટ ફૂડ સેવ ઉસળ બનાવ્યું છે જે બધા નું પ્રિય હોય છે આજે મે લીલા વટાણા નું અને ઇન્સ્ટન્ટ સેવ ઉસળ બનાવિયું છે તમે પણ ટ્રાય કરજો
ઇન્સ્ટન્ટ સેવ ઉસળ
#SFC
આજે મે વડોદરા નું ફેમસ સ્ટ્રીટ ફૂડ સેવ ઉસળ બનાવ્યું છે જે બધા નું પ્રિય હોય છે આજે મે લીલા વટાણા નું અને ઇન્સ્ટન્ટ સેવ ઉસળ બનાવિયું છે તમે પણ ટ્રાય કરજો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વટાણા અને બટાકા ને બાફી લેવા પછી બટાકા ના છાડા કાઢી લેવા
- 2
હવે કટર માં ડુંગળી અને ટામેટાં લઈ કટ કરી લેવા હવે એક કડાઈ માં તેલ ગરમ કરવું
- 3
હવે તેમાં રાઈ,જીરું અને હિંગ ઉમેરવી પછી મીઠા લીમડા ના પાન ઉમેરવા હવે તેમાં કાપેલા ડુંગળી અને ટામેટાં ઉમેરવા
- 4
હવે સેવ ઉસળ નો મસાલો લેવો તેમાં બીજા કોઈ પણ મસાલા એડ કરવા નહિ હવે જ્યારે ટામેટા ડુંગળી સંતડાઈ જાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવું
- 5
હવે તેમાં સેવ ઉસળ નો મસાલો અને લસણ ની પેસ્ટ ભેગી કરી ઉમેરવી અને એક મિનિટ ઉકાળવું હવે બાફેલા બટાકા ને હાથ થી ભાગી નાખવા
- 6
હવે બટાકા ને કડાઈ માં ઉમેરો અને એક મિનિટ ઉકળવા દેવું પછી બાફેલા વટાણા ઉમેરવા
- 7
હવે બરાબર ઉકળે પછી ગેસ બંધ કરી ઉપર થી કોથમીર ઉમેરવી
- 8
હવે આપડું સેવ ઉસળ રેડી છે સર્વ કરવા માટે તેને એક બાઉલ માં કાઢી ઉપર થી ગાંઠિયા અને ડુંગળી ઉમેરવી અને કોથમીર કોથમીર થી ગાર્નિશ કરી ડુંગળી,લસણ ની તરી, ગાંઠિયા અને પાવ સાથે સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes

























ટિપ્પણીઓ (3)