રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણાની,મગની અને મેસુરની દાળ ભેગી કરી ને ૪-૫ કલાક માટે પલાડવી તેમજ અડદની દાળ અલગથી પલાળવી.
- 2
બધી જ દાળને મિક્સરમાં ક્રશ કરી લેવી.અને બેટર માં સોજી,આદુ લસણની પેસ્ટ,લીલા ધાણા,મીઠું નાખીને ૧૫-૨૦ મિનિટ માટે ઢાંકીને મૂકી દેવું.
- 3
હવે મિક્સરમાં ઇનો ઉમેરી ને એક થાળીમાં તેલ લગાવીને તેમાં તે નાખવું અને ઢોકળીયા માં બાફવા માટે મૂકી દેવું.૧૦-૧૫ મિનિટ પછી તેને ઉતારીને ઠંડુ થાય એટલે છરી વડે પીસ પાડીને અલગ કરી દેવા.આમ જ દરેક વખતે થાળી માં પાથરીને બાફીને ઢોકળા બનાવી લેવા.
- 4
હવે એક મોટા વાસણમાં તેલ ગરમ કરી તેમાં હિંગ,રાઇજીરું,તલ તતડે એટલે તેમાં ઢોકળા નાખી દેવા તથા લસણ વાળું મરચું પણ ભભરાવવું અને બધું જ બરાબર મિક્સ કરી દેવું.થોડી વાર પછી તેને ઉતારીને ઢોકળાને કઢી સાથે સર્વ કરી શકાય.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16884295










ટિપ્પણીઓ