મખાના ડ્રાયફ્રુટ લાડુ

Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
Rajkot

મખાના એક સુપરફૂડ કહેવાય છે.મખાના ખાવાથી શરીરમાં જબરજસ્ત ફાયદા થાય છે.મખાનામાં કેલેરીનું પ્રમાણ ખુબ જ ઓછું હોય છે. આથી વેઇટલોસ અને હાડકાની મજબૂતી માટે તો ખુબ જ ફાયદાકારક છે.પ્રોટીન, કેલ્શિયમ,ફોસ્ફરસ, મેગ્નેશીયમ,વિટામિન B,અનેક પોષકતત્વો થી ભરપૂર છે.
આજે હું મખાના ડ્રાયફ્રુટ લાડુ ની રેસિપી લઈને આવી છુંજે એક્દમ ડાઇટ અને હેલ્થી રેસિપી છે.જે ઉપવાસમાં પણ ખાઈ શકાય છે.

મખાના ડ્રાયફ્રુટ લાડુ

2 કમેન્ટ્સ કરેલ છે

મખાના એક સુપરફૂડ કહેવાય છે.મખાના ખાવાથી શરીરમાં જબરજસ્ત ફાયદા થાય છે.મખાનામાં કેલેરીનું પ્રમાણ ખુબ જ ઓછું હોય છે. આથી વેઇટલોસ અને હાડકાની મજબૂતી માટે તો ખુબ જ ફાયદાકારક છે.પ્રોટીન, કેલ્શિયમ,ફોસ્ફરસ, મેગ્નેશીયમ,વિટામિન B,અનેક પોષકતત્વો થી ભરપૂર છે.
આજે હું મખાના ડ્રાયફ્રુટ લાડુ ની રેસિપી લઈને આવી છુંજે એક્દમ ડાઇટ અને હેલ્થી રેસિપી છે.જે ઉપવાસમાં પણ ખાઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો માટે
  1. 4 કપમખાના
  2. 1 સ્પૂનઘી
  3. 8 નંગકાજુ
  4. 8 નંગબદામ
  5. 8 નંગઅખરોટ
  6. 8 નંગપિસ્તા
  7. 2 સ્પૂનટોપરાનું ખમણ (જાડું)
  8. 1 સ્પૂનસફેદ તલ
  9. 1 સ્પૂનકાળા તલ
  10. 1/2 સ્પૂનએલચી પાવડર
  11. 1/2સૂઠ પાવડર
  12. 5 સ્પૂનમધ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પહેલા ગેસ પર કડાઈમાં 1સ્પૂન ઘી મૂકી મખાના ને 4 થી 5 મિનિટ માટે શેકી લો. અને એક બાઉલમા કાઢી લો. હવે એ જ કડાઈમાં ટોપરાનું ખમણ, કાજુ, બદામ, અખરોટ પિસ્તા, સ્મેલ આવે ત્યાં સુધી શેકી લો.

  2. 2

    હવે મિક્સર જારમાં શેકેલા મખાના,શેકેલા ડ્રાયફ્રુટ, બારીક પીસી લો. અને થાળીમાં કાઢી લો.

  3. 3

    હવે ગેસ પર સફેદતલ, કાળાતલ, અને ટોપરાનું ખમણ 2મિનિટ શેકીને પીસેલા મખાનામાં એડ કરો સાથે 1/2 સ્પૂન સૂઠ પાવડર, એલચી પાવડર, અને 4 થી 5 સ્પૂન મધ ઉમેરો.

  4. 4

    એકસરખું મિશ્રણ તૈયાર કરી નાના લાડુ વાળી લો.અને એરટાઈટ ડબ્બામાં ભરી લો. અને ખાવાની મજા માણો.

  5. 5

    તૈયાર છે આપણા મખાના ડ્રાયફ્રુટ લાડુ.. આ લાડુ 1થી 2 મહિના સુધી સ્ટોર કરી શકાય છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
પર
Rajkot

Similar Recipes