બાર્બિક્યૂ ચીલી ઈડલી(Barbecue chilli idli recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઈડલી ના ખીરા માંથી ઇડલી બનાવવી. તેને ઠંડી કરવી.
- 2
ઈડલી ને ઠંડી થયા પછી ચાર પીસમાં કાપીને ધીમા તાપે કડક ફ્રાય કરવી. એકદમ સરસ લાલ કલર આવે ત્યાં સુધી ફ્રાય કરવા દેવી..
- 3
કડક ફ્રાય કરી પ્લેટમાં કાઢી લેવી. એકલી ફ્રાય ઈડલી પણ ચટણી જોડે બહુજ સરસ લાગે છે.
- 4
આદુ મરચા લસણ ડુંગળી ગ્રીન કેપ્સિકમ લાલ કેપ્સીકમ ને કાપવું, થોડા લીલા ધાણા પણ કાપવા
- 5
હવે એક પેનમાં ઓલિવ ઓઇલ ગરમ કરીને આદુ-મરચા-લસણની ડુંગળીને સાંતળવું
- 6
પછી એમાં લીલા કેપ્સિકમ લાલ કેપ્સિકમ બાર્બિક્યૂ સોસ ચીલી સોસ કેચ અપ વ્હાઈટ વિનેગર સોયા સોસ નાખીને બરાબર મિક્સ કરવું. બાર્બિક્યૂ સોસ ટેસ્ટ માં સ્વીટ હોવાથી ઓછો યા વધાર નાંખી શકો છો. મે pizzahut માંથી આવેલો સોસ વાપર્યો છે.
- 7
પછી એમાં ઈડલી નાખીને બરાબર મિક્સ કરવું, થોડું લાલ મરચું અને ખાંડ ઉમેરવી, ઉપરથી ધાણા નાખીને સર્વ કરવું
- 8
હવે બાર્બિક્યૂ ચીલી ઈડલી સર્વ કરવા માટે રેડી છે
- 9
ફ્રેન્ડસ મારી રેસિપી જરૂર થી બનાવજો અને લાઈક કરજો....
Keywords
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ