સુરત ની ફેમસ આલુ પૂરી (Surat Famous Aloo Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સફેદ વટાણા ને ધોઈ 2 થી 3 કલાક માટે પલાળવા. પછી તેને બાફી લેવા.બટાકાને બાફી લેવા. એક પેનમાં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરી તતળે એટલે હીંગ અને આદુ મરચા ની પેસ્ટ ઉમેરી સાતળી તેમાં હળદર લાલમરચુ ઉમેરી મિક્સ કરી તેમાં બાફેલા બટાકા ના નાના ટુકડા કરી ઉમેરવા અને બાફેલા વટાણા ઉમેરી મિક્સ કરવું.સ્વાદમૂજબ મીઠું ઉમેરી મિક્સ કરી થોડું પાણી ઉમેરી ઉકાળવું થીડો થીક રગડો રેડી કરવો.
- 2
એક તાસલા માં મેંદો લેવો તેમાં મીઠું અને 3 ચમચી તેલ નું મોવણ નાખી મિક્સ કરી પાણી ઉમેરી પરોઠા જેવો લોટ બાંધવો. પછી તેની નાનીપુરી વણી તેલમાં તળી લેવી.સોફ્ટ રાખવી..(પાણીપુરી ની સાઇઝ)
- 3
જાંબલી કલર ના લીલા કોકમ ને તેના બી કાઢી 1 કલાક પલાળવા. પછી મિક્સચર બાઉલ માં કોકમ લઇ તેમાં જીરું, સંચર પાઉડર, મીઠું ઉમેરી થોડુ પાણી ઉમેરી કૃશ કરવું.ચટણી થોડી લિકવિડ રાખવી..
- 4
ડુંગળી ની સ્લાઈડ કટ કરવી, ઝીણી સેવ,
- 5
હવે એક પ્લેટ માં તૈયાર કરેલ પૂરી મુકવી.તેની ઉપર વટાણા નો રગડો એક ચમચી મુકવો કોકમ ની ચટણી મૂકી ગ્રીન ચટણી મુકવી તેની ઉપર ડુંગળી મુકી સેવ મૂકી ચાટમસાલો ભભરાવી સર્વ કરવું. એકદમ ટેસ્ટી આલુ પૂરી રેડી....
Keywords
Similar Recipes
More Recipes





ટિપ્પણીઓ