લીલો ઓળો (Green Oro Recipe in Gujarati)

અહીંયા મેં લીલી ડુંગળી લીલું લસણ લીલા ટામેટા વાપરી અને ગ્રીન ઓળો બનાવ્યો છે. આમાં લાલ મરચાનો ઉપયોગ કર્યો નથી.
લીલો ઓળો (Green Oro Recipe in Gujarati)
અહીંયા મેં લીલી ડુંગળી લીલું લસણ લીલા ટામેટા વાપરી અને ગ્રીન ઓળો બનાવ્યો છે. આમાં લાલ મરચાનો ઉપયોગ કર્યો નથી.
રાંધવાની સૂચનાઓ
- 1
મોટા અને લાંબા રીંગણને કાપો કરી ઉપર સહેજ તેલ લગાવી ગેસ પર શેકી લેવા. શેકાઈ જાય એટલે ઠંડા પાણીમાં મૂકવા જેથી છાલ સહેલાઈથી નીકળી જાય. સહેજ ઠંડુ થાય એટલે છાલ ઉતારવી.
- 2
લીલી ડુંગળી લીલું લસણ લીલા ટામેટા અને લીલા મરચા ને સમારી લેવા.
- 3
પેનમાં તેલ મૂકી તેમાં જીરું અને હિંગ નાખી લીલા મરચાં નાખવા. ત્યારબાદ તેમાં લીલી ડુંગળી અને લીલું લસણ નાખો. થોડીવાર શેકાય એટલે તેમાં લીલા ટામેટા નાખવા. થોડીવાર માટે કુક કરવું જેથી ટામેટા સરસ ચડી જાય.
- 4
હવે તેમાં ધાણાજીરું અને ગરમ મસાલો નાખો. હવે તેમાં શેકેલો રીંગણ મીઠું અને મરી પાઉડર નાખો. સરખું મિક્સ કરો.
- 5
તૈયાર છે લીલો ઓળો. કોથમીર નાખી ગરમ ગરમ પીરસો.
Similar Recipes
More Recipes

















ટિપ્પણીઓ (4)