ગુંદર ની પેંદ (Gundar Pend Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29

#VR

શેર કરો

ઘટકો

૧૫-૨૦ મિનિટ
૨ લોકો માટે
  1. ૧ ટી સ્પૂનગુંદર નો ભૂકો
  2. ૧ કપદૂધ
  3. ૨ ટી સ્પૂનઅધકચરી ખડા સાકર
  4. ૧/૨ ટી સ્પૂનસૂંઠ પાઉડર
  5. ૧/૪ ટી સ્પૂનગંઠોડા પાઉડર
  6. ૨ ટી સ્પૂનકોપરા નું ખમણ
  7. ૨ ટી સ્પૂનમિક્સ ડ્રાય ફ્રુટ
  8. ૧ ટી સ્પૂનદૂધ નો મસાલો
  9. ૧ ટી સ્પૂનઘી
  10. ડ્રાય ફ્રુટ ની કતરણ ગાર્નિશ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘી ગરમ કરીને તેમાં ગુંદર નો ભૂકો નાખો.બધો ફૂલી જાય એટલે તેમાં દૂધ ઉમેરો અને તેને સતત હલાવતા રહો.

  2. 2

    હવે ધીમે ધીમે બધું દૂધ ફાટી જશે ત્યાર બાદ તેમાં ખડી સાકર નાખી ને ફરી સતત હલાવો.ત્યાર બાદ તેમાં ટોપરું,સૂંઠ પાઉડર અને પીપરી મૂળ નો પાઉડર નાખી ને હલાવી લો.

  3. 3

    હવે તેમાં સમારેલું ડ્રાય ફ્રુટ અને મિલ્ક મસાલા પાઉડર નાખો.તેને સતત ધીમા ગેસ હલાવતા રહો.જેથી ધીમે ધીમે મિશ્રણ બધું ભેગુ થઈ જશે અને તેમાંથી ઘી છૂટું પડવા લાગશે.

  4. 4

    મિશ્રણ બધું ભેગુ થઈ જાય અને ઘી છૂટું પડે એટલે તેને એક બાઉલ માં કાઢી લો.ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ ભભરાવી દો.

  5. 5

    તો તૈયાર છે ગુંદર ની પેદ જે શિયાળા મા ખાવા થી શરીર ને ગરમાવો આપે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

ટિપ્પણીઓ

Similar Recipes