સૂકી ભેળ (Suki Bhel recipe in Gujarati)

Sonal Karia @Sonal
#JWC2
ક્યારેક અચાનક જ ભેળ ખાવાનુ મન થાય અને ચટણી બનાવવાનું મન ન હોય ત્યારે આ સૂકી ભેળ બનાવી શકાય
સૂકી ભેળ (Suki Bhel recipe in Gujarati)
#JWC2
ક્યારેક અચાનક જ ભેળ ખાવાનુ મન થાય અને ચટણી બનાવવાનું મન ન હોય ત્યારે આ સૂકી ભેળ બનાવી શકાય
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો એક મોટી પ્લેટ લઈ તેમાં મમરા નો ચેવડો(પૌંઆ,મકાઈ ના પૌંઆ,શીંગદાણા,,મમરા,સેવ) અને કોરા મમરા લેવા
- 2
તેના ઉપર લીલી ડુંગળી નો સમારેલો સફેદ ભાગ ઉમેરવો ઉપર લસણ મસાલો(શ્રીનાથજી થી લાવેલ ડ્રાય લસણ મસાલો છે) ઉમેરવો
- 3
તેના ઉપર ફરી થોડો ચેવડો ઉમેરી ડુંગળી નાં પાન અને કોથમીર, સહેજ મીઠું (ડુંગળી પુરતું)ઉમેરવું થોડી સેવ પણ છાટવી થોડું મરચું પાઉડર પણ છાટવો. ઉપર લીંબુ થી ગાર્નિશ કરો.
- 4
ભેળ ખાવી હોય ત્યારે લીંબુ નીચોવી મિક્સ કરી ખાવાની મોજ માણવી, તૈયાર છે સૂકી ભેળ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16755119






ટિપ્પણીઓ (8)