ચીઝ તવા પુલાવ(Cheese Tava pulav recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને 10 મિનિટ પલાળી એક તપેલીમાં પાણી ઉકાળી તેમાં મીઠું, હળદર, તેલ અને ચોખા ઉમેરી ભાત બનાવી લો.
- 2
એક કડાઈમાં બટર મૂકી તેમાં ડુંગળી,લીલી ડુંગળી,લસણ,કેપ્સીકમ,ગાજર,વટાણા, લીલાં મરચાં,ટામેટા નાંખી સાંતળો.
- 3
ત્યારબાદ તેમાં મીઠું, ધાણાજીરું પાઉડર,લાલ મરચું પાઉડર અને ભાજીપાવનો મસાલો નાખી મિક્સ કરી પાણી રેડી 5 થી 10 મિનિટ ચડવા દો.
- 4
ત્યારબાદ તેમાં બનાવેલો ભાત ઉમેરીને મિક્સ કરો અને ઉપર કોથમીર, કાજુ અને ચીઝ થી ગાર્નિશ કરો.
- 5
તવા પુલાવ ને દહીં કે લસણની ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14177089











ટિપ્પણીઓ (12)