નીર ઢોંસા(Neer Dosa Recipe In Gujarati)

#AsahiKaseiIndia
નીર ઢોંસા એક સાઉથ ઈન્ડિયન ડિશ છે જે ખૂબ ઓછી સામગ્રી માંથી બની જાય છે. તેમજ આ ઢોંસા બનાવવા માટે આથો લાવવા ની પણ જરૂર નથી. તેલ વગર બનતા હોવાથી આ ઢોંસા હેલ્થી પણ ખરા. આ ઢોંસા ને કોકોનટ માંથી બનાવેલ ગ્રેવી સાથે પીરસવા માં આવે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ને 3-4 વખત પાણી થી ધોઈ લો. હવે તેને પાણી માં 4-5 કલાક પલાળી રાખો.
- 2
ચોખા પલળી જાય પછી તેમાંથી પાણી નિતારી લો. એક મિક્સર જારમાં ચોખા અને છીણેલું કોકોનટ લઈ લો.
- 3
હવે ચોખા અને કોકોનટ ને પીસી ને લીસુ ખીરું બનાવો. હવે તેમાં મીઠું અને પાણી ઉમેરી ને મિક્સ કરી લો.
- 4
હવે એક પેન અથવા ઢોંસા ની લોઢી ગરમ કરવા મૂકો. ત્યારબાદ તેમાં તૈયાર કરેલ ખીરું રેડી ને ફેલાવી લો. ત્યારબાદ ઢાંકી ને 1 મિનિટ ચડવા દો.
- 5
હવે નીર ઢોંસા ને ડિશ માં કાઢી લો. તો તૈયાર છે સરસ મજાના ટેસ્ટી અને મુલાયમ એવા નીર ઢોંસા. ગરમ ગરમ નીર ઢોંસા ને મનપસંદ ગ્રેવી અથવા કરી સાથે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (14)