સેન્ડવીચ કેક (Sandwich Cake Recipe In Gujarati)

Payal Sachanandani (payal's kitchen)
Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal

#AsahiKaseiIndia
#Nooilrecipe
સેન્ડવીચ કેક એક ખુબ જ સુંદર , સ્વાદિષ્ટ ઈનોવેટીવ વાનગી છે.આ કેક ઝટપટ થી બની જાય છે. સેન્ડવીચ કેક એ નોર્મલ કેક અને સેન્ડવીચ કરતા અલગ છે. આજે કંઇક અલગ બનાવવાની ઈચ્છા થઈ તો આ સેન્ડવીચ કેક બનાવ્યું .જે એ એક અલગ જ કેક છે જે તમે ખાધું ના હશે . આ કેક ખાવા માં ખુબ જ સરસ અને ટેસ્ટી છે.જે લોકો મીઠી કેક નહિ ખાતા હોય તેના માટે આ કેક બેસ્ટ છે . તમે કોઈ પણ પાર્ટી માં આ કેક પણ બનાવી શકો છે.એકવાર જરૂરથી ટ્રાય કરજો.

સેન્ડવીચ કેક (Sandwich Cake Recipe In Gujarati)

#AsahiKaseiIndia
#Nooilrecipe
સેન્ડવીચ કેક એક ખુબ જ સુંદર , સ્વાદિષ્ટ ઈનોવેટીવ વાનગી છે.આ કેક ઝટપટ થી બની જાય છે. સેન્ડવીચ કેક એ નોર્મલ કેક અને સેન્ડવીચ કરતા અલગ છે. આજે કંઇક અલગ બનાવવાની ઈચ્છા થઈ તો આ સેન્ડવીચ કેક બનાવ્યું .જે એ એક અલગ જ કેક છે જે તમે ખાધું ના હશે . આ કેક ખાવા માં ખુબ જ સરસ અને ટેસ્ટી છે.જે લોકો મીઠી કેક નહિ ખાતા હોય તેના માટે આ કેક બેસ્ટ છે . તમે કોઈ પણ પાર્ટી માં આ કેક પણ બનાવી શકો છે.એકવાર જરૂરથી ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 થી 30મિનિટ
2 સર્વ
  1. 8પીસ બ્રેડ સ્લાઈસ
  2. 1 નાની કટોરીબાફેલું બીટ (સમારેલું /છીણેલું)
  3. 1/2 કટોરીબાફેલા મકાઈના દાણા
  4. 1/2બાફેલા બટાકા(છીણેલું)
  5. 1/2 કટોરીગ્રીન ચટણી
  6. 2 ટી સ્પૂનટોમેટો કેચઅપ
  7. 1 ટી સ્પૂનસેઝવાન સોસ
  8. 2 ટી સ્પૂનચીઝ (છીણેલું)
  9. મીઠું સ્વાદાનુસાર
  10. 1 ટી સ્પૂનચાટ મસાલો
  11. 1/2 ટી સ્પૂનમરી પાઉડર
  12. ગાર્નિશ માટે....
  13. 1બાઉલ હંગકર્ડ
  14. 1 ટી સ્પૂનખાંડ
  15. જરૂર મુજબ સમારેલી કાકડી, છીણેલી ગાજર
  16. બાફેલા મકાઈના દાણા
  17. જરૂર મુજબ ચાટ મસાલો, લાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

20 થી 30મિનિટ
  1. 1

    સોથી પહેલા ઉપરની બધી સામગ્રી એકઠી કરી લો. અને બ્રેડ ની કિનારી ની સ્લાઈસ કાઢી નાખો. અને બાફેલા બીટમાં મીઠું અને મરી પાઉડર નાખી મિક્સ કરી દો. એક વાટકી માં બાફેલા મકાઈના દાણા અને બાફેલા બટાકાનું છીણ તેમાં મીઠું ચાટ મસાલો, મરી પાઉડર નાખી મિક્સ કરી દો. ગ્રીન ચટણી તૈયાર કરી લો.

  2. 2

    સોથી પહેલા 4 પીસ બ્રેડ ની સ્લાઈસ પર ગ્રીન ચટણી લગાવો.અને તેને એકબીજા ની ઉપર મૂકો.ત્યાર પછી 2 પીસ બ્રેડ પર ટોમેટો કેચઅપ અને સેઝવાન સોસ મિક્સ કરી તે સ્પ્રેડ કરી દો.બીજી 2 પીસ બ્રેડ ની સ્લાઈસ પર બીટ નું મિશ્રણ સ્પેડ કરો.

  3. 3

    ટોમેટો કેચઅપ વાળી બ્રેડ ની સ્લાઈસ બીટ ના ઉપર મૂકો. હવે બીજી 2 બ્રેડ ની સ્લાઈસ પર મકાઈ અને બટાકા નું મિશ્રણ સ્પ્રેડ કરો.અને બીજી લાસ્ટ પડેલી 2 બ્રેડ ની સ્લાઈસ મકાઈના મિશ્રણ ઉપર મૂકી દો.

  4. 4

    સેન્ડવીચ ને ગાર્નિશ કરવા માટે....
    હંગકર્ડ અને ખાંડ મિક્સ કરી સારી રીતે ફેટી લો. હવે હંગકર્ડ ને બ્રેડ ના ચારો તરફ સ્પ્રેડ કરી દો. ચિત્ર અનુસાર 👇

  5. 5

    કાકડી ને સર્કલ માં કાપી લેવી.પિકચર માં જોઈ તમે ગાર્નિશ કરો અથવા પોતાની મનપસંદ થી સેન્ડવીચ ને ગાર્નિશ કરી શકો છો. કેક ની ઉપર ચાટ મસાલો અને લાલ મરચું પાઉડર ભભરાવો.તેની ઉપર ગાજર નું છીણ અને મકાઈના દાણા અને ટામેટાનું ફૂલ બનાવી તેનાથી ગાર્નિશ કરો.

  6. 6

    સેન્ડવીચ કેક ને ફ્રીઝ માં 1 કલાક માટે ઠુંડું કરવા મૂકવું.સેન્ડવીચ કેક ને ઠંડું કરીને સર્વ કરવું.

  7. 7

    સેન્ડવીચ કેક તૈયાર છે.ઠંડુ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Sachanandani (payal's kitchen)
પર

Similar Recipes