ચેકર્ડ ચોકો-વેનીલા કેક(Checkered choco vanilla cake Recipe in Gujarati)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

#AsahiKaseiIndia
#baking

ચોકલેટ અને વેનીલા ફ્લેવરના કેક બેઝ બનાવી, તેને રીંગમાં કાપીને ઓડ-ઇવન ગોઠવીને બહુ જ આસાનીથી સરસ ચેક્સની પેટર્ન બનાવી શકાય છે...

આ રીતની ચેક્સ ની પેટર્નવાળી કેક બનાવવા સ્પોન્ઝ કેક બેઝ પરફેક્ટ હોવા જરુરી છે. તો જ તે કેક ગમે તે નાની મોટી સાઇઝ માં સારી રીતે કાપી શકાશે...

જ્યારે આ મેથોડથી કેક બેઝ બનાવવામાં આવે છે તો કેક સોફ્ટ થવાની સાથે સરસ લચકદાર બને છે...ભૂકો નથી થતો કે તૂટી નથી જતી....

સાથે દહીં-તેલથી બનતી કેક કરતા ઘણી વધારે મિલ્કી ને સ્વાદિષ્ટ હોય છે...

તમને એકવાર ફાવી જશે તો પછી આ જ ભાવશે....
તો અહીં બેઝિક વેનીલા અને ચોકલેટ સ્પોન્ઝ કેક બનાવવાની પરફેક્ટ રેસીપી શેર કરી રહી છું....

ચેકર્ડ ચોકો-વેનીલા કેક(Checkered choco vanilla cake Recipe in Gujarati)

#AsahiKaseiIndia
#baking

ચોકલેટ અને વેનીલા ફ્લેવરના કેક બેઝ બનાવી, તેને રીંગમાં કાપીને ઓડ-ઇવન ગોઠવીને બહુ જ આસાનીથી સરસ ચેક્સની પેટર્ન બનાવી શકાય છે...

આ રીતની ચેક્સ ની પેટર્નવાળી કેક બનાવવા સ્પોન્ઝ કેક બેઝ પરફેક્ટ હોવા જરુરી છે. તો જ તે કેક ગમે તે નાની મોટી સાઇઝ માં સારી રીતે કાપી શકાશે...

જ્યારે આ મેથોડથી કેક બેઝ બનાવવામાં આવે છે તો કેક સોફ્ટ થવાની સાથે સરસ લચકદાર બને છે...ભૂકો નથી થતો કે તૂટી નથી જતી....

સાથે દહીં-તેલથી બનતી કેક કરતા ઘણી વધારે મિલ્કી ને સ્વાદિષ્ટ હોય છે...

તમને એકવાર ફાવી જશે તો પછી આ જ ભાવશે....
તો અહીં બેઝિક વેનીલા અને ચોકલેટ સ્પોન્ઝ કેક બનાવવાની પરફેક્ટ રેસીપી શેર કરી રહી છું....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3-4 કલાક
2 કિલો
  1. 🎂વેનીલા કેક બેઝ બનાવવા માટે,
  2. 1 કપ (140 ગ્રામ)મેંદો
  3. 1/2 ટીસ્પૂનબેકિંગસોડા
  4. 1 ટીસ્પૂનબેકિંગ પાઉડર
  5. 8 ટીસ્પૂનદળેલી ખાંડ
  6. 1/2 કપકન્ડેન્સ્ડ મિલ્ક કે મિલ્ક મેઇડ
  7. 1/3 કપ (60 ગ્રામ)સોલ્ટેડ બટર
  8. 1/2 ટીસ્પૂનવેનીલા એસેન્સ
  9. 1/2 કપ(100 મિલી) દૂધ
  10. 1 ટીસ્પૂનસારી ગુણવત્તાવાળું વિનેગર
  11. બટર પેપર
  12. 🎂🍫ચોકલેટ કેક બેઝ બનાવવા માટે,
  13. 1 કપમાં 2 ટેબલ સ્પૂન ઓછો (110 ગ્રામ) મેંદો
  14. 2 ટેબલ સ્પૂનકોકો પાઉડર
  15. 1 ટીસ્પૂનબેકિંગ પાઉડર
  16. 1/2 ટીસ્પૂનબેકિંગ સોડા
  17. 8 ટીસ્પૂનદળેલી ખાંડ
  18. 1/2 કપકન્ડેન્સ્ડ મિલ્ક
  19. 1/3 કપ(60 ગ્રામ)સોલ્ટેડ બટર
  20. 1/2 કપ(100 મિલી) દૂધ
  21. 1 ટીસ્પૂનસારી ગુણવત્તાનું વિનેગર
  22. બટર પેપર
  23. 🎂ફ્રોસ્ટીંગ માટે
  24. 2 કપવ્હીપીંગ ક્રીમ
  25. 50 ગ્રામડાર્ક ચોકલેટ
  26. 50મિલી ફ્રેશ ક્રીમ
  27. 10-15ચોકલેટ બોલ્સ
  28. 8-10સ્ટ્રોબેરી વેફર સ્ટીક્સ

રાંધવાની સૂચનાઓ

3-4 કલાક
  1. 1

    🎂વેનીલા કેક બેઝ બનાવવા માટે, એક બાઉલમાં મેંદો, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા અને દળેલી ખાંડ ને મિક્સ કરી 1-2 વાર ચાળી લેવું.

  2. 2

    બીજા બાઉલમાં બટર લઇ હેન્ડ વ્હીસ્કરથી બરાબર ફ્લફી થાય ત્યાં સુધી બીટ કરવું. પછી બટરમાં કન્ડેન્સ્ડ મિલ્ક નાખી ફરી ફીણવું.

  3. 3

    તેમાં વેનીલા એસેન્સ નાખી મિક્સ કરી લેવું. પછી જે ડ્રાય મિશ્રણ છે તે ઉમેરી મિક્સ કરી લેવું. ઓવનને 170° પર 10 મિનિટ માટે પ્રિહિટ કરવા મૂકી દેવું.

  4. 4

    હવે બનેલા મિશ્રણમાં થોડું થોડું દૂધ ઉમેરી વ્હીસ્કરથી મિક્સ કરતા જવું. બહુ ફીણવાનું નથી. ખાલી મિક્સ જ કરવાનું છે. રેડવાથી બહુ જ ધીમે પડે તેવું બેટર હોવું જોઇએ. કેક મોલ્ડમાં માપનું કાપીને બટર પેપર પાથરવું.

  5. 5

    ઓવનમાં મૂકવાનું હોય તેની પહેલા જ બનેલા કેક મિશ્રણમાં વિનેગર ઉમેરી બરાબર મિક્સ કરવું. સોડા સાથે રિએક્ટ થઇ મિશ્રણ ફૂલશે. તરત જ તેને કેક ટીનમાં ઠાલવી દેવું. 1-2 વાર ઠપકારી એરબબલ હોય તે કાઢી લેવા. પ્રિહિટેડ ઓવનમાં મોલ્ડ ગોઠવી 35-40 મિનિટ માટે 170° પર કેક બેક કરવી. થઇ છે કે નહીં એ ટુથપીકથી ચેક કરવું.

  6. 6

    15 મિનિટ ઠંડી કરી કેક અનમોલ્ડ કરવી. અને બીજા કલાક માટે ઠંડી થવા દેવી.

  7. 7

    🎂🍫ચોકલેટ કેક બેઝ બનાવવા માટે, ઉપર વેનીલા બેઝની જેમ જ બનાવવાની છે. ફક્ત કોકો પાઉડર ને ડ્રાય મિશ્રણ માં મિક્સ કરી ચાળી લેવાનો છે. બાકીની પધ્ધતિ એક સરખી છે. તેને પણ 1 કલાક જેવી ઠંડી કરી લેવી.

  8. 8

    કેક પર છાંટવા માટે 2 ભાગ પાણી અને 1 ભાગ ખાંડ લઇ 5 મિનિટ ગરમ કરી ખાંડ સીરપ બનાવવો.કેક જો ઉપરથી કડક થઇ હોય તો પાતળી સપાટી કાપી લેવી.પછી બન્ને કેકને બે આડા કાપા કરી ફોટોમાં બતાવ્યા પ્રમાણે ત્રણ લેયરમાં કાપી લેવી. વ્હીપીંગ ક્રિમને બીટરથી બીટ કરી નોનડ્રોપીંગ વ્હીપ્ડ ક્રિમ બનાવી લેવું.

  9. 9

    હવે એક મિડિયમ અને એક નાના ગોળ કટરથી દરેક કેકના લેયરને ફોટોમાં બતાવ્યા પ્રમાણે ત્રણ રીંગમાં કાપવા.

  10. 10

    એક નાના બાઉલમાં ફ્રેશ ક્રીમ લઇ તેને 2 મિનિટ માટે માઇક્રોવેવ કરવું કે ગેસ પર ગરમ કરી લેવું. તેમાં ડાર્ક ચોકલેટના નાના ટુકડા નાખવા. થોડી વાર એમ રહેવા દઇ બરાબર હલાવી મિક્સ કરી લેવું. ચોકલેટ ઓગળી જવી જોઈએ ક્રિમમાં. જે બનશે તેને ચોકલેટ ગનાશ કહેવાય. તેને ઠંડું થવા દેવું.

  11. 11

    હવે ટર્ન ટેબલ પર પહેલા ચોકલેટ કેકની રીંગ મૂકી તેની અંદર વેનીલા કેકની રીંગ અને તેની અંદર ચોકલેટ કેક ગોઠવવી. ઉપર ખાંડ સીરપ છાંટવો. બનાવેલું વ્હીપ્ડ ક્રીમ એકસરખું પાથરી લેવું. તેની પર વેનીલા કેકની રીંગ બહાર, પછી ચોકલેટ કેકની રીંગ અને અંદર વેનીલા કેક ગોઠવવી. ખાંડ સીરપ છાંટવો. ફરી વ્હીપ્ડ ક્રિમનું લેયર કરવું. આ રીતે 6 લેયર સુધી ઓડ-ઇવન ગોઠવતા જવું અને ક્રીમ લગાવતા જવું.

  12. 12

    આખી કેકની ચારે તરફ પણ સારું એવું ક્રીમ લગાવી જાડું, સ્મૂધ લેયર કરવું. વ્હીપ્ડ ક્રિમને પાઇપીંગ બેગમાં ભરી નીચે કિનારી પર ડિઝાઇન બનાવવી. તે જ રીતે ચોકલેટ ગનાશને પાઇપીંગ બેગમાં ભરી નીચે નાનું કાણું કરી કેકની કિનારી પર થોડા થોડા અંતરે મૂકતા જઇ ડ્રોપિંગ ઇફેક્ટ આપવી. કેકની ઉપરની સપાટી પર પણ ગનાશ પાથરવું. તેની પર સ્ટાર નોઝલથી વ્હીપ્ડ ક્રીમ ની પેટર્ન બનાવવી. અને ચોકલેટ બોલ્સ, વેફર સ્ટીક્સથી ડેકોરેટ કરવું. કેક તૈયાર છે. એકાદ કલાક માટે ફ્રીઝમાં સેટ થવા દેવી.

  13. 13

    કટ કરવાથી અંદર ચેક્સ ની પેટર્ન બનશે. સાથે બે અલગ યમી ફ્લેવર એક સાથે ખાઇ શકાશે. બે કેકમાંથી એક બનાવી હોવાથી લગભગ 2 કિલોગ્રામ જેવી બનશે. 15-20 વ્યક્તિ ખાઇ શકશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

ટિપ્પણીઓ (40)

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
Wow so yummy 😋😋😋
Superb 👌👌👌☺️☺️☺️

Similar Recipes