ચણા દાળ સમોસા (Chana Dal Samosa Recipe in Gujarati)

#EB
#Week7
#cookpadindia
#cookpadgujarati
#samosa
#pattisamosa
#surti
#chanadal
દર વર્ષે 5 સપ્ટેમ્બર ને વર્લ્ડ સમોસા ડે તરીકે ઉજવવા માં આવે છે. ભારતીય માટે સમોસા અજાણ્યા નથી. પરંતુ આશ્ચર્ય ની વાત એ છે કે આપણા પ્રિય સમોસા નો ઉદ્ભવ ભારતમાં થયો નથી. કહેવાય છે કે સમોસા નો ઉદ્ભવ 10 મી સદી દરમિયાન મધ્ય પૂર્વના પ્રદેશમાં થયો હતો. સમોસાનો પ્રથમ સત્તાવાર ઉલ્લેખ ઇરાની ઇતિહાસકાર અબોલ્ફઝલ બિહાકી ની રચના તારિખ-એ બેહાગી માં જોવા મળ્યો, જેમાં સમોસા ને ‘સમબોસા’ તરીકે ઓળખવામાં આવ્યા. સમોસા કદમાં નાના હોવાથી મુસાફરો દ્વારા નાસ્તા તરીકે ઉપયોગમાં લેવામાં આવતા હતા.
સમોસા ઘણા પ્રકાર ના હોય છે. તેમાં નો એક પ્રકાર છે પટ્ટી વાળા સમોસા જે સુડોળ ત્રિકોણાકાર ના હોય છે. તેમાં જાત-જાત નું સ્ટફિંગ ભરવા માં આવે છે. પટ્ટી વાળા સમોસા માં સુરત શહેર ના ચાના ની દાળ ના સમોસા ખૂબ પ્રખ્યાત છે જે મેં અહીં પ્રસ્તુત કર્યા છે. મારા ઘર માં અમેચણા ની દાળ ના સમોસા માં કાણું પાડી ને ઉપર લીંબુ નીચવી ને ખાઈએ છીએ જેથી તેનો સ્વાદ ખુબ નિખરી ઉઠે છે. મારા ઘર માં આ સમોસા બધા ને ખૂબ જ પ્રિય છે. આ સમોસા ને લાંબા સમય સુધી ફ્રીઝર માં કાચા સ્ટોર કરી શકાય છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ની દાળ ને 4-5 વખત પાણી થી ધોઈ ને 6-7 કલાક માટે પાણી માં પલાળી દો. હવે સ્ટ્રેનર ની મદદ થી પાણી નિતારી લો. ત્યારબાદ એક પેન માં 1 થી 1.5 લીટર પાણી ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં મીઠું, પલાળેલી દાળ અને લીલા વટાણા ઉમેરી ચઢવા દો. વચ્ચે-વચ્ચે હલાવતા રહો. દાળ નો દાણો આખો રહે એવી રીતે ચઢાવવી. હવે ગેસ બંધ કરી સ્ટ્રેનર માં નિતારી લો. ફુદીના ની જૂડી ને જીણી સમારી ને ધોઈ લો અને કોરી કરી લો.
- 2
હવે એક કોટન કપડાં ઉપર કિચન ટોવેલ પાથરી તેની ઉપર ચઢાવેલી દાળ- વટાણા, જીનો સમારેલો કાંદો અને જીણો સમારેલો ફુદીનો ફેલાવી ને કોરું કરવા મૂકી દો. ભેજ બિલકુલ રેહવો જોઈએ નહિ.
- 3
કોરું થઇ જાય એટલે આ બધી વસ્તુ ને એક કઠોક માં લઇ લો. હવે તેમાં ઉપર જણાવેલ સમોસા ના સાંજા ના બધા ઘટકો ઉમેરો અને હલકા હાથે મિક્સ કરો. હવે ગેસ પર એક વાઘરીયા માં તેલ ગરમ કરી તેમાં જીરું અને લીમડા નો વઘાર કરો. આ વઘાર ને મિક્સચર માં ઉમેરી ને ફરી મિક્સ કરો. સમોસા નો સાંજો તૈયાર છે. હવે સમોસા પેટ્ટી ચોંટાડવાની લાઇ બનાવવા માટે એક વાટકી માં મેંદો અને જરૂર પ્રમાણે પાણી નાખી મિક્સ કરી લો. લાઇ આંગળી થી ચોપડી શકાય એટલી ઘટ્ટ હોવી જોઈએ.
- 4
હવે સમોસા ની પેટ્ટી લઇ તેને એક છેડે થી વાળતા જાઓ જેથી ત્રિકોણાકાર નો કોન બને. બીજો છેડો ખુલ્લો રાખો. હવે તેમાં સમોસા નો સાંજે ભરો. ખુલ્લા છેડા ની કિનારી ઉપર મેંદા ની લાઇ લગાવી ને કોન ને બંધ કરી ચોંટાડી દો. સમોસું ક્યાંય થી પણ ખુલ્લું રેહવું જોઈએ નહિ ખાસ કરી ને ખૂણાઓ નું ધન રાખવું. સમોસું જ્યાં પણ ખુલ્લું હોય ત્યાં મેંદા ની લાઇ લગાવી ને બંધ કરી દેવું. આ રીતે બધા સમોસા તૈયાર કરો.
- 5
હવે એક પેન માં તેલ ગરમ કરો. તેમાં મીડીયમ ફ્લેમ ઉપર સમોસા ને બંને બાજુ એ થી ગોલ્ડન બ્રોઉન તળી લો. તળી ને પેપર ટોવેલ ઉપર મુકો જેથી વધારા નું તેલ નીતરી જાય.
- 6
સુરતી સ્ટાઇલ સ્વાદિષ્ટ ગરમા ગરમ ચાના ની દાળ ના સમોસા તૈયાર છે. ઈચ્છા મુજબ ગાર્નિશ અને પ્લેટિંગ કરો. તેને કાંદા ની કચુંબર, લીંબુ, લીલી ચટણી અને ટોમેટો કેચપ સાથે સર્વ કરો. મારા ઘર માં અમે સમોસા માં વચ્ચે કાણું પાડી ને ઉપર લીંબુ નીચવી ને ખાઈએ છીએ જેથી તેનો સ્વાદ ખુબજ નિખરી ઉઠે છે.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (50)