આલૂ મટર પટ્ટી સમોસા (Aloo Matar Patti Samosa Recipe In Gujarati)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

#EB
#Week7
#pattisamosa

મારા ફેમિલીમાં બધાને ક્લાસિક આલૂ મટર સ્ટફીંગવાળા સમોસા સૌથી વધારે ભાવે છે. તો આજે પટ્ટી સમોસા સાથે મેં આ જ સ્ટફીંગ બનાવ્યું છે.

આ રીતમાં સમોસા પટ્ટી પહેલાથી અધકચરી ચડેલી હોવાથી જ્યારે તળીએ ત્યારે પડ એકદમ સરસ ક્રિસ્પી ને એકસરખું પાતળું બને છે. અને સમોસાનો આકાર પણ એકસરખો સપ્રમાણ સચવાય છે.

આલૂ મટર પટ્ટી સમોસા (Aloo Matar Patti Samosa Recipe In Gujarati)

#EB
#Week7
#pattisamosa

મારા ફેમિલીમાં બધાને ક્લાસિક આલૂ મટર સ્ટફીંગવાળા સમોસા સૌથી વધારે ભાવે છે. તો આજે પટ્ટી સમોસા સાથે મેં આ જ સ્ટફીંગ બનાવ્યું છે.

આ રીતમાં સમોસા પટ્ટી પહેલાથી અધકચરી ચડેલી હોવાથી જ્યારે તળીએ ત્યારે પડ એકદમ સરસ ક્રિસ્પી ને એકસરખું પાતળું બને છે. અને સમોસાનો આકાર પણ એકસરખો સપ્રમાણ સચવાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દોઢ કલાક
3-4 વ્યક્તિ
  1. ⏩સમોસા પટ્ટી બનાવવા માટે,
  2. 1-1/2 કપમેંદો
  3. 2-3 ટીસ્પૂનતેલ
  4. 1 ટીસ્પૂનમીઠું
  5. પાણી જરૂર મુજબ
  6. ⏩આલૂમટર સ્ટફીંગ બનાવવા માટે,
  7. 4-5મિડિયમ સાઇઝના બટાકા
  8. 1/2 કપલીલા વટાણા
  9. 1/2નાની કાચી કેરી
  10. 1-2 ટેબલ સ્પૂનઆદું મરચાની પેસ્ટ
  11. 1/4 કપસમારેલી કોથમીર
  12. 1/4 કપફૂદીનાનાં પાન
  13. 1/2 ટીસ્પૂનજીરુ
  14. 1 ટીસ્પૂનઆખા ધાણા
  15. 1 ટીસ્પૂનવરિયાળી
  16. 1મિડિયમ સાઇઝની ડુંગળી
  17. 1 ટેબલ સ્પૂનતેલ
  18. ચપટીહીંગ
  19. 1/2 ટીસ્પૂનરાઇ
  20. 1 ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  21. 1/4 ટીસ્પૂનહળદર
  22. 1 ટીસ્પૂનગરમ મસાલો
  23. 1/4 ટીસ્પૂનઆમચૂર પાઉડર
  24. મીઠું સ્વાદ પ્રમાણે
  25. 1/4 ટીસ્પૂનચાટ મસાલો
  26. ⏩સ્લરી બનાવવા,
  27. 3 ટેબલ સ્પૂનમેંદો
  28. 1-2 ચમચીપાણી
  29. ⏩તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

દોઢ કલાક
  1. 1

    ⏩સમોસા પટ્ટી માટે, એક બાઉલમાં મેંદો ચાળીને લઇ તેમાં તેલ અને મીઠું નાખી મસળીને પરોઠા જેવો મિડિયમ કઠણ લોટ બાંધવો. 2 મિનિટ માટે મસળી,તેલ લગાવી ઢાંકીને મૂકવો.

  2. 2

    ⏩સ્ટફીંગ માટે, બટાકા અને વટાણાને અલગ-અલગ વરાળથી બાફી લેવા. બટાકા ઠંડા પડે પછી છાલ નીકાળી અધકચરા સ્મેશ કરી લેવા. તેમાં બાફેલા વટાણા ઉમેરી દેવા.

  3. 3

    એક કઢાઇમાં સૂકા આખા ધાણા, જીરુ અને વરિયાળી શેકી લેવા. ઠંડા કરી ખલમાં અધકચરા વાટી લેવા. કાચી કેરીની છાલ કાઢી છીણી લેવી. આદું મરચાની પેસ્ટ રેડી રાખવી. કોથમીર, ફૂદીનો ધોઇને સમારી લેવા. ડુંગળી પણ ઝીણી સમારી લેવી.

  4. 4

    તે જ કઢાઇમાં 1 ટેબલ સ્પૂન તેલ ગરમ મૂકી રાઇ, હીંગનો વઘાર કરવો. તેમાં આદું મરચાની પેસ્ટ નાખી સાંતળવી. પછી સમારેલી ડુંગળી નાખવી. સંતળાય એટલે છીણેલી કાચી કેરી નાખવી.

  5. 5

    પછી લાલ મરચું, હળદર, મીઠું, આમચૂર પાઉડર, ચાટ મસાલો નાખી વટાણા-બટાકા ઉમેરવા. હલાવીને બધું બરાબર મિક્સ કરવું. કાચી કેરી છે તો વધારે ખટાશ ના જોઇતી હોય તો આમચૂર ના ઉમેરવો. મારા ફેમિલી માં પસંદ છે તો મેં ઉમેર્યો છે.

  6. 6

    છેલ્લે ગરમ મસાલો અને કોથમીર, ફૂદીનો ઉમેરી હલાવી મિક્સ કરી લેવું. સ્ટફીંગ તૈયાર છે.

  7. 7

    ⏩હવે સમોસા પટ્ટી બનાવવા, લોટના મોટા પાતળા રોટલા બને તેવા લૂઆ કરી લેવા. મોટો તવો ગરમ મૂકવો. એક લૂઓ લઇ પાતળો રોટલો વણવો.અટામણ જરુર લાગે તો થોડું લેવું. તેને સાઇડમાં મૂકી બીજો લૂઓ લઇ પાતળો રોટલો વણવો. તેના પર ચારેબાજુ તેલ લગાવી, પહેલો બનાવેલો રોટલો મૂકવો. ફરી અટામણ લઇ તેને બને તેટલું પાતળું વણી લેવું.

  8. 8

    પછી આ બેપડી મોટી રોટલીને ગરમ તવા પર 30 સેકન્ડ એક તરફ અને 15 સેકન્ડ માટે બીજી તરફ ચડવી લઇ લેવી. ગરમ હોય ત્યારે જ બે પડ અલગ કરી લેવા. આ રીતે બધા લૂઆમાંથી પાતળી 1/2પકવેલી રોટલીઓ બનાવી લેવી.

  9. 9

    3 ચમચી મેંદામાં 1-2 ચમચી પાણી નાખી સ્લરી બનાવવી. બનાવેલી રોટલીને કટરથી ચાર સરખા ટુકડામાં કાપવી. એક ટુકડો લઇ ફોટોમાં બતાવ્યા પ્રમાણે સ્લરી લગાવી કોન બનાવવો. તેમાં 1 ચમચી જેટલું સ્ટફીંગ ભરી, કિનારી પર સ્લરી લગાવી કોન પેક કરી ચોંટાડી દેવો. જેથી ત્રિકોણ સમોસું બનશે.

  10. 10

    આ રીતે બધી રોટલીના ટુકડા કરી, સ્ટફીંગ ભરી સમોસા વાળી લેવા. તેલ ગરમ મૂકી, તેલ આવે એટલે બિલકુલ ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સમોસા તળવા.

  11. 11

    વાળેલા બધા સમોસા આ રીતે તળી લેવા. આ માપથી 20-24 સમોસા બનશે. તેને ગરમ હોય ત્યારે જ લીલી ચટણી, આમલીની ચટણી અને કેચઅપ સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

ટિપ્પણીઓ (29)

Similar Recipes