ખીર (Kheer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા લઇ થોડી વાર પાલળી રાખો. હવે એક બાઉલમાં ૩ ટેબલ ચમચી જેટલું દૂધ લઇ તેમાં ચોખા અને કેસર નાખી ૧૦ મિનિટ માટે સાઇડમાં મૂકી દો.
- 2
એક તપેલીમાં બાકીનું દૂધ ઊકળવા મૂકો. ૨ મિનિટ જેવું ઊકળે એટલે ચોખા અને કેસરવાળું દૂધ ઉમેરી મિક્સ કરો. ફરી તેને મિડિયમ તાપે ૫-૭ મિનિટ ચડવા દો. થોડું જાડું પડે એટલે ખાંડ, સૂકો મેવો નાખી ફરી ઊકળવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહો.
- 3
બીજી ૧૦ મિનિટ માટે ઊકળવા દો. દૂધ જાડું થાય અને ચોખા પૂરા ચઢી જાય ત્યાં સુધી થવા દેવું. છેલ્લે ઇલાયચી પાઉડર ઉમેરી મિક્સ કરી લો.
- 4
ઠંડું પડે એટલે એકાદ કલાક માટે ફ્રીઝમાં રાખી એકદમ ઠંડુ કરી ઉપર ડ્રાય ફ્રુટ અને ગુલાબ ની પંદડીઓ થી સજાવી સર્વ કરો...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15389044




ટિપ્પણીઓ (6)