પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)

Mitali Chavda (Mitali Darshan Vala) @mitalivala291812
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ, મીકચર ના બાઉલ મા આદુ લસણ મરચા ની પેસ્ટ બનાવી લો. અને પાલક ની પેસ્ટ બનાઈ લો.
- 2
પછી ૧ પેન મા ઘી ગરમ કરી રાઈ અને જીરૂ નાખો. અને રાઈ કાકડી જાય પછી થોડી હિંગ નાખો. પછી તેમાં આદુ લસણ મરચા ની પેસ્ટ નાખી મિક્સ કરો. તેમાં સમારેલા કેપ્સીકમ અને ડુંગળી નાખી થોડું મીઠું અને હળદર નાખી મિક્સ કરો.
- 3
ડુંગળી થોડી બ્રાઉન થાય પછી તેમાં પાલક ની ગ્રેવી નાખી મિક્સ કરો. અને ૧૦ મીન ઢાંકી ને ચઢવા દો.
- 4
ગ્રેવી માંથી ઘી છૂટું પડે એટલે એમાં વધેલી ખીચડી નાખી બરાબર મિક્સ કરો. અને કડાઈ ઢાંકીને ૫ મિનિટ ધીમા ગેસ પર ચઢવા દો.
- 5
સમારેલી કોથમીર નાખી ગારનીશ કરી સર્વ કરો. દહીં અથવા મસાલા છાસ સાથે ખુબજ ટેસ્ટી લાગશે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15583876














ટિપ્પણીઓ (2)