આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકને સમારી ને બે વાર ખૂબ જ ધોઈ લેવી. બટાકા ના ચોરસ ટુકડા કરી લેવા અને ટામેટાં સમારી લેવું.
- 2
એક કઢાઈમાં તેલ ગરમ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં બટાકા ના ચોરસ ટુકડા બ્રાઉન થાય તેવા તળી લેવા. અને અલગ કાઢી લેવા.
- 3
હવે તે જ તેલમાં રાઈ જીરું નાખી તતડે એટલે ટામેટું નાખી દેવું.
- 4
ટમેટું થોડું સોફ્ટ થાય એટલે તેમાં પાલક ઉમેરી દીધી. તેમાં મીઠું અને હળદર નાંખી બરાબર મિક્સ કરી ઢાંકીને રાખી દેવું.
- 5
થોડીવાર પછી પાલકમાંથી પાણી છૂટી જશે તેમાં પાલક ચડી ગઈ હશે તેમાં તળેલા બટાકા ઉમેરી દેવા. મરચું પાઉડર ધાણાજીરું પાઉડર અને ગરમ મસાલો પણ ઉમેરી દેવા. જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી ફરીથી પાંચ મિનિટ ઢાંકી દેવું.
- 6
તૈયાર છે આલુપાલકની સબ્જી. ગરમ ખુબ જ સરસ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15958957












ટિપ્પણીઓ (3)