ભાવનગરી ગાંઠિયા
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં પાણી, તેલ, હિંગ, ગાંઠિયાનો સોડા નાખી સફેદ થાય ત્યાં સુધી બ્લેન્ડર ફેરવો. ત્યારબાદ આ ફીણેલા પાણીથી ગાંઠિયા નો લોટ બાંધવો.
- 2
હવે એક કથરોટમાં ચણાના લોટને ચારણીથી ચાળી લો. પછી તેમાં મીઠું, મરી, અજમો, હિંગ અને ફીણેલુ તેલવાળું પાણી નાખી મિક્સ કરી લોટ બાંધો અને 15 મિનિટ ઢાંકીને રેસ્ટ આપો.
- 3
હવે ગેસ ઉપર કઢાઈમાં તેલ ગરમ કરવું. તેલ ફુલ ગરમ થાય પછી ગેસની આંચ ધીમી કરી ઝારાથી ગાંઠીયા પાડો. ત્યારબાદ તરત જ ગેસની આંચ મીડીયમ કરી દો. ગાંઠીયા બ્રાઉન કલરના થાય પછી ઝારાની મદદથી કાઢી લેવા. તૈયાર છે સ્વાદિષ્ટ ભાવનગરી ગાંઠિયા તળેલા મરચા સાથે સર્વ કરવા માટે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16354753





ટિપ્પણીઓ (2)
Wah Bahut Khoob 👌👌