કાંટલા વાળી ગોળ પાપડી (માતર)

શિયાળામાં ઠંડી થી રક્ષણ આપતું અને રોગપ્રતિકારક શક્તિ વધારે તેવું વસાણું આજે શીખીશું જે નાના બાળકો ને પણ ભાવશે..
કાંટલા વાળી ગોળ પાપડી (માતર)
શિયાળામાં ઠંડી થી રક્ષણ આપતું અને રોગપ્રતિકારક શક્તિ વધારે તેવું વસાણું આજે શીખીશું જે નાના બાળકો ને પણ ભાવશે..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૂર્વ તૈયારી માટે ગોળ, સૂકોમેવો ઝીણો સમારી લો.
- 2
જો કાંટલા માં ગુંદર હોય તો તેને ઝીણી ચારણી વડે ચાળી લો.
- 3
સૌપ્રથમ મોટા લોયા કે કડાઈમાં ૫૦૦ ગ્રામ ઘી લઈ તેમાં જારા વડે ગુંદર તળી લો.
- 4
હવે એજ ઘીમાં બીજું ૨૫૦ ગ્રામ ઘી ઉમેરી લોટ નાંખી મધ્યમ થી આકરા તાપે તવેથાથી હલાવતા રહો, લોટ ઘી માં ડૂબાડૂબ દેખાય એટલું ઘી હોવું જોઈએ જેથી ફરીથી જરૂર મુજબ ઘી ઉમેરો.
- 5
લોટ શેકાવવાની સરસ સુગંધ આવે અને રતાશ પડતો રંગ આવે એટલો લોટ ને શેકી, ગેસ બંધ કરી ૨ મિનિટ હલાવવું પછી લોયા ને નીચે લઇ ગોળ ઉમેરી તવેતાથી ઉપર નીચે કરી મિક્સ કરો, ગોળ ગોળ ફેરવવું નહીં નહીંતર સુખડી કડક થઇ જશે.
- 6
ગોળ થોડું મિક્સ થાય એટલે બાકીની બધી જ સામગ્રી તળેલું ગુંદર, કાંટલું, સૂંઠ, ગંઠોડા પાઉડર, સૂકોમેવો બધું જ બરાબર મિક્સ કરી લો, મિશ્રણ છુટું લાગે તો બાકી રહેલું ઘી થોડું થોડું ઉમેરી મિક્સ કરી લશલશતું કરી લો.
- 7
મોટી ૨ થાળીમાં ઘી લગાડી મિશ્રણ ને પાથરી, વાટકા ના તળીયે ઘી લગાડી વાટકા થી દબાવી લીશું કરી પાથરી દો.
- 8
૧૦ મિનિટ પછી કાપા પાડી, ૨ કલાક બાદ ડબ્બા માં ભરી લો.
- 9
તૈયાર છે ખૂબ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વસાણું, દરરોજ સવારે એક ટુકડો અવશ્ય લો.
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ