કાજુ ચીઝ બટર મસાલા સબ્જી (Kaju Cheese Butter Masala Sabji Recipe In Gujarati)

#SN2
Week -2
#Vasantmasala
#aaynacookeryclub
વસંત મસાલા નું કાશ્મીરી મરચું, ધાણા જીરું, હળદર નો ઉપયોગ કરી મેં પંજાબી સબ્જી બનાવી છે. જે નાના મોટા દરેક ની ફેવરિટ છે તો ચાલો....
કાજુ ચીઝ બટર મસાલા સબ્જી (Kaju Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
#SN2
Week -2
#Vasantmasala
#aaynacookeryclub
વસંત મસાલા નું કાશ્મીરી મરચું, ધાણા જીરું, હળદર નો ઉપયોગ કરી મેં પંજાબી સબ્જી બનાવી છે. જે નાના મોટા દરેક ની ફેવરિટ છે તો ચાલો....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી રેડી કરી દો. ત્યાર બાદ એક નોન સ્ટિક પેનમાં ઘી ગરમ કરવા મૂકો. ધીમા તાપે કાજુને ઘી માં ફ્રાય કરી લો. પછી તેને એક ડીશમાં અલગથી કાઢી લો. ડુંગળી, ટામેટા, લીલા મરચાં, લસણ અને આદુને કટ કરી લો.
- 2
એ જ પેનમાં થોડું ઘી એડ કરીને જીરું અને ખડા મસાલા સાંતળો. પછી તેમાં આદુ, લસણ, મરચાં અને બીજા શાક ને સાંતળી લો. હવે તેમાં મીઠું, કાજુ, મગજતરી ના બી એડ કરીને સાંતળી લો.
- 3
પછી તેમાં વસંત મસાલા ની હળદર, મરચું, ધાણાજીરું, ગરમ મસાલો નાંખી સાંતળી થોડું ગરમ પાણી રેડી સહેજ વાર પછી ગેસ બંધ કરી દો.
- 4
હવે મિશ્રણ ઠંડુ થાય પછી તેને મિક્સરમાં ક્રશ કરી લો. પેનમાં બટર મૂકીને તેમાં વસંત મસાલા ની હિંગ, કાશ્મીરી મરચું નાંખી બનાવેલી ગ્રેવી એડ કરીને કુક કરી લો. પછી તેમાં જરૂર લાગે તેટલું ગરમ મસાલો અને કસૂરી મેથી નાંખી તળેલા કાજુ અને કોથમીર એડ કરીને બરાબર હલાવી લો. થોડું ગરમ પાણી એડ કરીને કુક થવા દો.
- 5
કાજુ ચીઝ બટર મસાલા સબ્જી રેડી છે. જ્યારે સબ્જી સર્વ કરો ત્યારે ચીઝ એડ કરવી. કાજુ ચીઝ બટર મસાલા સબ્જી ને મેં સર્વ કરી છે. સર્વ કરતી વખતે ડીશ માં શાક લઇ ચીઝ, કોથમીર અને તળેલા કાજુ થી ગાર્નીશ કરો.
- 6
Keywords
Similar Recipes
More Recipes



















ટિપ્પણીઓ