સાબુદાણા બટાકા ના વડા (Sabudana Bataka Vada Recipe In Gujarati)

Vibha Mahendra Champaneri
Vibha Mahendra Champaneri @cook_25058245
Ahmedabad

ફરાળી આ વાનગી બનાવવામાં ખૂબ જ સહેલી છે.ફરાળી આ વડા ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે.
#FR

સાબુદાણા બટાકા ના વડા (Sabudana Bataka Vada Recipe In Gujarati)

ફરાળી આ વાનગી બનાવવામાં ખૂબ જ સહેલી છે.ફરાળી આ વડા ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે.
#FR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40-45 મિનિટ
2-3 વ્યક્તિ
  1. 4-5 નંગ મિડીયમ સાઈઝના બટાકા
  2. પોણી વાટકી સાબુદાણા
  3. 1/4 વાટકી શેકેલી શીંગનો અધકચરો વાટેલો ભૂકો
  4. સ્વાદમુજબ મીઠું
  5. 3-4 ચમચીઅધકચરા વાટેલા લીલાં મરચાં
  6. 3 ચમચીઆમચૂર પાઉડર
  7. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

40-45 મિનિટ
  1. 1

    સાબુદાણાને ધોઈ લો.હવે સાબુદાણા ડૂબે એટલું પાણી નાંખી એને 2 કલાક માટે પલાળી રાખો.બટકાને બાફી લો. બટાકા ઠંડા પડે એટલે એનો હાથ વડે થોડા મસળી લો.હવે આ બટાકામાં પલાળેલા સાબુદાણા, મીઠું, શીંગનો ભૂકો તથા આમચૂર પાઉડર નાંખો.

  2. 2

    હવે આ મિશ્રણને હલાવી લો. પછી એના ગોળ લુવા કરી લો.પછી થોડા દબાવીને વડા જેવો આકાર આપી દો.આ રીતે બધા વડા તૈયાર કરી લો.

  3. 3

    હવે એક કઢાઈમાં તેલ ગરમ મૂકી મધ્યમ તાપે સોનેરી રંગના થાય ત્યાં સુધી તળી લો.

  4. 4

    આ રીતે બધા વડાને તળી લો. પછી એનેપીરસી શકો છો. અથવા એકલા વડા પણ ખાઈ શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vibha Mahendra Champaneri
પર
Ahmedabad

ટિપ્પણીઓ (9)

Sanjay
Sanjay @cook_38608066
મરી નાખવા હોયતો નાખી સકાય, એનાથી ટેસ્ટ સારો આવે છે

Similar Recipes