ઈન્સ્ટન્ટ જલેબી

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
Ahmedabad, Gujarat

#માસ્ટરક્લાસ

આજે માગશર વદ નોમ પુષ્ટિમાર્ગ પ્રવર્તક શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનાં દ્વિતિય આત્મજ શ્રીવિટ્ઠલાનથજી (શ્રીગુસાંઈજી)નો ૫૦૫ મો પ્રાકટ્ય ઉત્સવ. વિ.સં. ૧૫૭૨ માગશર વદ નોમ, શુક્રવારનાં રોજ આપનું પ્રાકટ્ય કાશી પાસે ચરણાટમાં થયું હતું.
શ્રીગુસાંઈજીનો પ્રાકટ્ય ઉત્સવ જબેલી ઉત્સવ તરીકે ઉજવાય છે. આજે પ્રત્યેક હવેલીમાં તથા વૈષ્ણવોનાં ઘરે આજનાં આ મંગલ દિવસે જલેબીની સામગ્રી સિદ્ધ કરી પ્રભુને ધરાવવામાં આવે છે. આપ સર્વેને શ્રીગુસાંઈજીનાં પ્રાકટ્ય ઉત્સવની સ્નેહભરી મંગલ વધાઈ.

ઈન્સ્ટન્ટ જલેબી

#માસ્ટરક્લાસ

આજે માગશર વદ નોમ પુષ્ટિમાર્ગ પ્રવર્તક શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનાં દ્વિતિય આત્મજ શ્રીવિટ્ઠલાનથજી (શ્રીગુસાંઈજી)નો ૫૦૫ મો પ્રાકટ્ય ઉત્સવ. વિ.સં. ૧૫૭૨ માગશર વદ નોમ, શુક્રવારનાં રોજ આપનું પ્રાકટ્ય કાશી પાસે ચરણાટમાં થયું હતું.
શ્રીગુસાંઈજીનો પ્રાકટ્ય ઉત્સવ જબેલી ઉત્સવ તરીકે ઉજવાય છે. આજે પ્રત્યેક હવેલીમાં તથા વૈષ્ણવોનાં ઘરે આજનાં આ મંગલ દિવસે જલેબીની સામગ્રી સિદ્ધ કરી પ્રભુને ધરાવવામાં આવે છે. આપ સર્વેને શ્રીગુસાંઈજીનાં પ્રાકટ્ય ઉત્સવની સ્નેહભરી મંગલ વધાઈ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૫ વ્યક્તિ
  1. જલેબી માટે
  2. ૧ કપ રવો
  3. ૩/૪ કપ મેંદો
  4. ૧/૨ કપ ખાટું દહીં
  5. જરૂર મુજબ જળ
  6. ૧/૨ ચમચી બેકિંગ પાવડર
  7. ૨૫૦ ગ્રામ ઘી (તળવા માટે)
  8. ચાસણી માટે
  9. ૧ કપ ખાંડ
  10. જરૂર મુજબ જળ
  11. ૧ ચમચી લીંબુનો રસ
  12. જરૂર મુજબ કેસર
  13. જરૂર મુજબ એલચી પાવડર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં રવો અને મેંદો લઈ તેમાં ખાટું દહીં પધરાવી વ્હીપ કરો. તેમાં જરૂર મુજબ એટલે કે આશરે પોણો કપ જેટલું જળ પધરાવી વ્હીપ કરી ઢાંકણ ઢાંકીને ૩૦ મિનિટ માટે મૂકી રાખો જેથી રવો બરાબર ફૂલી જાય. ખીરું ઘટ્ટ રાખવું.

  2. 2

    ત્યાં સુધી ચાસણી તૈયાર કરો. તેના માટે એક તપેલીમાં ખાંડ લઈ તેમાં ખાંડ ડૂબે એટલું જળ પધરાવી ગેસ પર ગરમ કરો. ચમચા વડે હલાવતા રહો જેથી ખાંડ નીચે ચોંટે નહીં. ખાંડ ઓગળે પછી તેમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરો જેથી ચાસણી ઠરે તો પણ તેમાં ક્રિસ્ટલ ન પડે અને એકરસ રહે.

  3. 3

    ચાસણી ઉકળીને એક તારની થાય પછી ગેસ બંધ કરી તેમાં કેસર અને એલચી પાવડર પધરાવો.

  4. 4

    હવે જલેબીનાં મિશ્રણમાં બેકિંગ પાવડર ઉમેરીને બરાબર ફીણી લો. એક જાડી પોલીથીન બેગને ખુલ્લી કરીને એક ગ્લાસમાં મૂકો તેમાં તૈયાર કરેલું જલેબીનું ખીરું ભરો અને તેને ગાંઠ મારી દો.

  5. 5

    એક ફ્લેટ તથા પહોળી જાડા તળિયાવાળી કઢાઈમાં ઘી મધ્યમ આંચે ગરમ કરો. ઘીની સપાટી એક ઈંચ જેટલી રહે એટલું જ લેવું. ઘી ગરમ થાય પછી તૈયાર કરેલી જલેબીનાં મિશ્રણ ભરેલી બેગમાં નીચે એક કોર્નર પર છેદ કરો અને ગરમ ઘીમાં જલેબી ઉતારો. નીચેની બાજુ તળાઈ જાય પછી ચીપિયા વડે ઉલટાવીને બીજી બાજુ તળો. ગેસની ફ્લેમ મધ્યમ રાખવી અને ઘી પણ મધ્યમ ગરમ રાખવું જેથી જલેબી સુંદર સિદ્ધ થશે.

  6. 6

    આછા બદામી રંગની થાય પછી ચીપિયા વડે બહાર કાઢી મધ્યમ ગરમ ચાસણીમાં પધરાવો. ચાસણીમાં જલેબી પધરાવો ત્યારે ધ્યાન રાખવું કે ચાસણી એકદમ ગરમ કે ઠંડી થઈ ગયેલી ન હોવી જોઈએ નવશેકી ગરમ રાખવી. કારણકે જો વધારે ગરમ હશે તો જલેબી નરમ પડી જશે અને ઠંડી હશે તો ચાસણી જલેબીમાં અંદર સુધી જશે નહીં. ચાસણીમાં બે-ત્રણ મીનીટ સુધી પધરાવી પછી ચાસણી નિતારીને જલેબીને બહાર પધરાવો. આ જલેબીમાં રવો ઉમેરેલ હોવાથી વધુ ચાસણી પીશે. જો રેગ્યુલર મેંદાની જલેબી કરતા હોઈએ તો ચાસણીમાં ૩૦-૪૦ સેકન્ડ માટે જ પધરાવવી.

  7. 7

    તૈયાર જલેબીની સામગ્રીને કટોરામાં લઈ ઉપર તુલસી પધરાવી ઠાકોરજીને ભોગ ધરો.

  8. 8

    અત્યારે શિયાળો હોવાથી આથો આવવામાં વધુ સમય લાગે છે એટલે મેં આજે આ રીત પ્રમાણે ઈન્સ્ટન્ટ જલેબી સિદ્ધ કરી છે. પ્રભુ આરોગે એટલે રેસીપી લખવામાં પુષ્ટિમાર્ગની રીત પ્રમાણે માનવાચક ભાષાનો ઉપયોગ કર્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
પર
Ahmedabad, Gujarat
માફ કરશો હવે હું આ પ્લેટફોર્મ પર એક્ટિવ નહીં રહી શકું.
વધુ વાંચો

Similar Recipes