પાત્રા

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
Ahmedabad, Gujarat

#ટ્રેડિશનલ

પાત્રા એ એક ગુજરાતી ફરસાણ છે. જે દરેક ગુજરાતીનું ફેવરિટ છે. તે અળવીનાં પાન પર બેસનનું મિશ્રણ લગાવીને સ્ટીમ કરીને બનાવવામાં આવે છે. ત્યારબાદ તેને વઘારીને સર્વ કરવામાં આવે છે. ગુજરાતમાં ચરોતરનાં પાત્રા ખૂબ વખણાય છે તથા બારડોલીનાં તળેલા પાત્રા ખૂબ પ્રસિદ્ધ છે, તો શરૂ કરીએ આજની રેસિપી.

પાત્રા

#ટ્રેડિશનલ

પાત્રા એ એક ગુજરાતી ફરસાણ છે. જે દરેક ગુજરાતીનું ફેવરિટ છે. તે અળવીનાં પાન પર બેસનનું મિશ્રણ લગાવીને સ્ટીમ કરીને બનાવવામાં આવે છે. ત્યારબાદ તેને વઘારીને સર્વ કરવામાં આવે છે. ગુજરાતમાં ચરોતરનાં પાત્રા ખૂબ વખણાય છે તથા બારડોલીનાં તળેલા પાત્રા ખૂબ પ્રસિદ્ધ છે, તો શરૂ કરીએ આજની રેસિપી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૫ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ બેસન
  2. ૨ ચમચી લાલ મરચું પાવડર
  3. ૧ ચમચી હળદર પાવડર
  4. ૧/૨ ચમચી હીંગ
  5. ૩ ચમચી ધાણાજીરું પાવડર
  6. ૨ ચમચી અજમો
  7. સ્વાદાનુસાર મીઠું
  8. ૧/૪ ચમચી કુકિંગ સોડા
  9. ૩ ચમચી ખાંડ
  10. ૧/૨ કપ ખાટું દહીં
  11. જરૂર મુજબ પાણી
  12. ૨૦૦ ગ્રામ અળવીનાં પાન
  13. વઘાર માટે
  14. ૩/૪ કપ તેલ
  15. ૨ ચમચી રાઈ
  16. ૧ ચમચી લાલ મરચું
  17. ૩ ચમચી તલ
  18. ચપટીહીંગ
  19. ૨ ચમચી લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બેસનમાં લાલ મરચું, હળદર, ધાણાજીરું, મીઠું, અજમો, કુકિંગ સોડા, ખાંડ, દહીં તથા જરૂર મુજબ પાણી ઉમેરી અળવીનાં પાન પર ચોપડી શકાય તેવું મધ્યમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો. ખાંડ ઓગળે ત્યાં સુધી મિશ્રણને ઢાંકીને મૂકી રાખો.

  2. 2

    અળવીનાં પાનને ધોઈને લૂછીને તેના પાછળનાં ભાગે રહેલી નસો ચપ્પાની મદદથી કાપીને અલગ કરો.

  3. 3

    એક અળવીનું પાન લઈ તેની ઉપર તૈયાર કરેલું બેસનનું મિશ્રણ હાથ વડે લગાવો. તેની પર બીજું પાન મૂકીને તેના પર પણ બેસનનું મિશ્રણ લગાવો.

  4. 4

    આજ રીતે ત્રીજું પાન મૂકીને તેની પર બેસનનું મિશ્રણ લગાવો.

  5. 5

    તેને બંને બાજુથી ફોલ્ડ કરીને બંને બાજુ પર બેસનનું મિશ્રણ લગાવો અને ટાઈટ રોલવાળીને ફોલ્ડ કરો. તેની પર પણ બેસનનું મિશ્રણ લગાવો.

  6. 6

    ઢોકળિયામાં પાણી ભરીને તૈયાર કરેલા રોલ (પાત્રા) ને જાળી પર મૂકી ૨૦-૨૫ મિનિટ માટે સ્ટીમ કરો.

  7. 7

    ઠંડા પડે પછી તેને ગોળ શેપમાં કટ કરો.

  8. 8

    પેનમાં તેલ મૂકી ગરમ થાય પછી તેમાં રાઈ ઉમેરો.

  9. 9

    રાઈ તતડે પછી તેમાં તલ, હીંગ તથા લાલ મરચું ઉમેરીને થોડીવાર માટે સાંતળો.

  10. 10

    ત્યારબાદ તેમાં સમારેલા પાત્રા ઉમેરીને બધો મસાલો પાત્રા પર કોટ થઈ જાય તે રીતે મિક્સ કરો અને બહારથી સહેજ ક્રિસ્પી થાય ત્યાં સુધી પકાવો. ઉપર લીંબુનો રસ ઉમેરી મિક્સ કરો. ગેસ બંધ કરો.

  11. 11

    તૈયાર છે એકદમ ટેસ્ટી ચટાકેદાર પાત્રા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
પર
Ahmedabad, Gujarat
માફ કરશો હવે હું આ પ્લેટફોર્મ પર એક્ટિવ નહીં રહી શકું.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes