રીંગણ બટાકાનું શાક

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
Ahmedabad, Gujarat

#ટ્રેડિશનલ

આજથી ટ્રેડિશનલ રેસિપી કોન્ટેસ્ટ શરૂ થયો છે. તો આજે હું પોસ્ટ કરું છું મારું પ્રિય રીંગણ બટાકાનું શાક જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ બને છે. ખીચડી સાથે ચોળીને ખાવાની મજા જ કાંઈક અલગ હોય છે. તો શરૂ કરીએ આજની રેસિપી.

રીંગણ બટાકાનું શાક

#ટ્રેડિશનલ

આજથી ટ્રેડિશનલ રેસિપી કોન્ટેસ્ટ શરૂ થયો છે. તો આજે હું પોસ્ટ કરું છું મારું પ્રિય રીંગણ બટાકાનું શાક જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ બને છે. ખીચડી સાથે ચોળીને ખાવાની મજા જ કાંઈક અલગ હોય છે. તો શરૂ કરીએ આજની રેસિપી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦-૧૨ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ રીંગણ
  2. ૨૫૦ ગ્રામ બટાકા
  3. ૩ ચમચી તેલ
  4. ૧/૨ ચમચી રાઈ
  5. ૧/૨ ચમચી જીરું
  6. ચપટીહીંગ
  7. જરૂર મુજબ પાણી
  8. ૨ નંગ લીલા મરચાં
  9. ૧ ચમચી લાલ મરચું
  10. ૧/૨ ચમચી હળદર
  11. ૧ ચમચી ધાણાજીરું
  12. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

૧૦-૧૨ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં પાણી લઈ તેમાં રીંગણ ધોઈ લો.

  2. 2

    એક કઢાઈમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ, જીરું, હીંગ, ચપટી હળદર મૂકી તેમાં સમારેલા બટાકા તથા સમારેલા લીલા મરચાં ઉમેરી વઘારો. બટાકા ચડે તેટલું પાણી ઉમેરવું.

  3. 3

    બટાકા અધકચરા ચડી જાય પછી તેમાં રીંગણ સમારીને ઉમેરો.

  4. 4

    ત્યારબાદ તેમાં લાલ મરચું, હળદર, ધાણાજીરું, મીઠું ઉમેરી મિક્સ કરી ઢાંકણ ઢાંકીને ૫ મિનિટ માટે શાકને ચડવા દો.

  5. 5

    શાક સરખી રીતે ચડી જાય અને તેલ છૂટું પડે પછી ગેસ બંધ કરી તૈયાર શાકને ભાખરી-રોટલી-પુરી-પરોઠા સાથે ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
પર
Ahmedabad, Gujarat
માફ કરશો હવે હું આ પ્લેટફોર્મ પર એક્ટિવ નહીં રહી શકું.
વધુ વાંચો

Similar Recipes