સાબુદાણા અને ચોખા ની સેવ

Mehula Joshi
Mehula Joshi @cook_20585749
શેર કરો

ઘટકો

  1. 1 કિલોચોખા
  2. પા કિલો સાબુદાણા
  3. સ્વાદ અનુસારમીઠું
  4. 1 ચમચીસોડા
  5. 2લીટર પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સાબુદાણા ને રાત્રે પલાળી દો.

  2. 2

    સવારે પાણી કાઢી ને રાખો.

  3. 3

    ચોખા લો, એનો પાવડર બનાવી લો.

  4. 4

    એક મોટો ટોપ કે તપેલું લો. તેમાં બે લિટર પાણી નાખો.

  5. 5

    તેમાં મીઠું અને સોડા નાખી ને ઉકળવા દો.

  6. 6

    સોડા આ નાખશો તો સરસ ફુલસે. હવે તેમાં સાબુદાણા નાખી ને હલાવો. સાબુદાણા ઉપર આવે અને બફાય જાય એટલે ચોખા ના લોટ ને તપેલા માં નાખી એક જ બાજુ વેલણ થી ફેરવો.

  7. 7

    5 મિનિટ ફેરવી ને ઢાંકી દો. ઠરે એટલે સંચા માં ભરી ને પ્લાસ્ટિક માં સેવ પાડો.

  8. 8

    સુકાય જાય એટલે બપોર એ તમે તળી શકો છો. તો તૈયાર છે લોક ડાઉંન માં ટાઈમ પાસ માટે સેવ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mehula Joshi
Mehula Joshi @cook_20585749
પર

ટિપ્પણીઓ

Similar Recipes