ડ્રાયફ્રુટ કુલ્ફી

Sneha Shah
Sneha Shah @sneha_333

નામ સંબભળતાજ મોઠામાં પાણી આવી જાય .આવી ગરમી ની સીઝનમાં ચાલો બનાવીએ ફટાફટ ને ખુબજ ઓછી સામગ્રી ને બનાવમાં પણ ખુબજ સરળ એવી ડ્રાયફ્રુટ કુલ્ફી
#goldenapron3
#વીક17

ડ્રાયફ્રુટ કુલ્ફી

નામ સંબભળતાજ મોઠામાં પાણી આવી જાય .આવી ગરમી ની સીઝનમાં ચાલો બનાવીએ ફટાફટ ને ખુબજ ઓછી સામગ્રી ને બનાવમાં પણ ખુબજ સરળ એવી ડ્રાયફ્રુટ કુલ્ફી
#goldenapron3
#વીક17

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500એમ એલ ફૂલ ફેટ દૂધ
  2. 2.5 ચમચીઘઉંનો લોટ
  3. 6 ચમચીખાંડ
  4. 2 ચમચીએલચી નો પાવડર
  5. 1/2 કપડ્રાયફ્રુટ (કાજુ,બદામ,પિસ્તા) નો પાવડર
  6. ગાર્નિશીંગ માટે બદામ પિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક ઊંડા વાસણ માં દૂધ ને ઉકળવા લઈશું.

  2. 2

    હવે ઘઉં ના લોટ માં થોડુ સાદું દૂધ નાખી તેની ગઠ્ઠા વગરની પેસ્ટ બનાવવી.

  3. 3

    હવે આ પેસ્ટ ને ધીરે ધીરે કરીને દૂધ માં ઉમેરો ને હલાવતા રહો જેથી ગઠ્ઠા ના જામે.હવે તેમાં ખાંડ અને એલચી નો પાવડર નાખી દો ને 2 મિનિટ સતત હલાવતા રહો દૂધ થોડું ઘાટું લાગે એટલે ગેસ બંદ કરી લો.

  4. 4

    દૂધ ઠંડુ પડે એટલે તેને એક ટીન કે પ્લાસ્ટિક ના ડબ્બા માં કાળી લો.ને ફ્રીઝર માં 1 કલાક મૂકી દો.

  5. 5

    હવે તેને કલાક પછી ફ્રીઝર માંથી કાઢી લો ને મીક્ષી જાર માં રેડી ને તેમાં ડ્રાયફ્રુટ નો પાવડર ઉમેરી મીક્ષી ફેરવી લો.જેથી મિશ્રણ એકરસ થઈ જાય.

  6. 6

    હવે આ મિશ્રણ ને તમે કેન્ડી,કુલ્ફી ના મોલ્ડ માં રેડી લો.અથવા સદા ડિપોઝીબલ કપ માં ભરી લો.ને સ્ટીક લગાઈ ને તેના પર પ્લાસ્ટિક ની થેલી લગાઈ ને ફ્રીઝર માં 5 થી 6 કલાક મૂકી દો.

  7. 7

    5 થી 6 કલાક પછી એને ફ્રીઝર માથું કાઠી લો.ને અનમોલ્ડ કરી લો.તમારી કુલ્ફી તૈયાર છે.તેને બદામ ને પીસ્તની કતરણ થી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Shah
Sneha Shah @sneha_333
પર
instagram :- therecipetailor_sneha
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes