ખોબા રોટી (Khoba roti recipe in Gujrati)

Pragna Mistry
Pragna Mistry @PragnaMistry

#રોટી_પરાઠા
ખોબા રોટી રાજસ્થાન માં બનતી એક પ્રકારની રોટી છે .. જાડી અને મોટી રોટી બનાવી તાવડી માં જ એના પર હાથે થી ચપટી લઈ ને ડિઝાઈન કરવામાં આવે છે.. દેખાવ માં ખૂબ જ સુંદર લાગે છે .. આ રોટી માં જીરૂ અથવા અજમો ઉમેરવા માં આવે છે..

ખોબા રોટી (Khoba roti recipe in Gujrati)

#રોટી_પરાઠા
ખોબા રોટી રાજસ્થાન માં બનતી એક પ્રકારની રોટી છે .. જાડી અને મોટી રોટી બનાવી તાવડી માં જ એના પર હાથે થી ચપટી લઈ ને ડિઝાઈન કરવામાં આવે છે.. દેખાવ માં ખૂબ જ સુંદર લાગે છે .. આ રોટી માં જીરૂ અથવા અજમો ઉમેરવા માં આવે છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપઘઉં નો લોટ
  2. 5ટે.સ્પૂન ઘી મોણ માટે
  3. 1ટે.સ્પૂન શેકેલા જીરાનો પાવડર
  4. મીઠુ સ્વાદ મુજબ
  5. પાણી જરૂર મુજબ
  6. ઘી રોટી ઉપર લગાવવા જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉં ના લોટ માં મીઠુ, જીરા પાવડર અને ઘી ઉમેરી સરસ મિક્સ કરી લેવું.
    થોડું થોડું પાણી રેડી મસળતા જઈ લોટ બાંધવો. રોટલી કરતા થોડો કઠણ અને ભાખરી કરતા થોડો નરમ એવો લોટ બાંધવો.

  2. 2

    લોટ ને 10-15 મિનિટ ઢાંકીને રહેવા દેવો. થોડો ઘી વાળો હાથ કરી લોટ મસળી 2-3લુઆ કરવા.

  3. 3

    એક લુઓ લઈ મોટા રોટલા જેવી રોટલી વણવી.

  4. 4

    તાવી ગરમ કરી રોટી શેકવા મૂકવી. મિડીયમ તાપે એક બાજુ થોડી શેકાઇ જાય એટલે ફેરવી ને ગેસ એકદમ ધીમો કરવો.. વેચાયેલી ઉપર ની બાજુ એ હાથે થી ચપટી લેવી..

  5. 5

    ઉપર થી આખી ગોળ ચપટી લેતા અંદર ની બાજુ સુધી આવવું.. સરસ ડીઝાઈન થશે..

  6. 6

    ત્યાં સુધી બીજી બાજુ પણ સરસ શેકાઈ ગઈ હશે..
    હવે ગેસ ની ફ્લેમ પર સરસ શેકી લેવું.
    તૈયાર ખોબા રોટી પર ઘી લગાવી લેવું..

  7. 7

    આ રોટી ગટ્ટા ના શાક અથવા પંચમેલ દાળસાથે ખાવાની બહુજ મજા આવે છે.. ચા સાથે પણ ખોબા રોટી સર્વ કરી શકાય છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pragna Mistry
Pragna Mistry @PragnaMistry
પર

Similar Recipes